Ahmedabad News/ હિટ એન્ડ રન : ‘અમદાવાદના SG હાઈ-વે પર કારચાલકે બે હોમગાર્ડને ઉડાવ્યા, નશામાં અન્ય 3 ને અડફેટે લીધાની ચર્ચા

હાલમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી નશાની હાલતમાં હતો કે કેમ? સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અકસ્માતના વધુ એક બનાવમાં અમદાવાદના SG હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપથ રંગોલી રોડ પાસે 14 નવેમ્બરની મોડીરાતે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી.બનાવને પગલે બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાયા હતા. જેમાં એકને ગંભીર ઈજા પહોંચી છે. કારચાલક બાઈકને ટક્કર માર્યા બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં.

હાલમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી નશાની હાલતમાં હતો કે કેમ? સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ બાઈક પર સરખેજ પોલીસ સ્ટેશનની ફરજ પર જઈ રહ્યા હતાં. આ સમયે રાજપથ રંગોલી રોડ પર પૂરઝડપે એસ. પી. રિંગ રોડ તરફથી આવી રહેલી કારે પાછળથી તેઓની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકચાલક હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ નીચે પડ્યા હતા.

બુમાબુમ કરતા નજીકના પોઇન્ટ પર ઊભેલા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને બંને હોમગાર્ડને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.અકસ્માતમાં તનવીર શેખને ગંભીર ઇજા પહોંચી છે, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર કારચાલક નશાની હાલતમાં હતો, જે રસ્તામાં 3 શ્રમિકને અડફેટે લઈને આવ્યો હતો. જે બાદ બીજો અકસ્માત સર્જ્યો હતો. સરખેજ પોલીસે અકસ્માત કરનાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના કડીમાં 7 વર્ષની બાળકીનું કબાટમાં પૂરાતાં ગૂંગળામણથી મોત

આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા

આ પણ વાંચો:મહેસાણાના કડીમાં રોડ-રસ્તાની હાલતને લઇ ભાજપ MLA લાલઘૂમ