Not Set/ રાજકોટ : દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારો નિમિતે રેલવે દ્વારા મુકાઈ સ્પેશિયલ ટ્રેન

દુર્ગાપૂજા અને દિવાળી તહેવારો દરમિયાન કોલકતા સહિત પૂર્વ ભારતમાં જવા વધારે ટ્રાફિક રહેતો હોઈ પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા તા.12-10થી 19-11 સુધી હાપા-સાંત્રાગાચી-હાપા સ્પે.સુપરફાસ્ટ એસી ટ્રેનની આવતી-જતી 6-6 ટ્રિપ દોડાવવામાં આવનાર છે. જે મુજબ આ ટ્રેન નં.02834 સાંત્રાગાચી-હાપા સ્પેશ્યલ ટ્રેન આજે તા.12ના શુક્રવારે રાત્રે 9-05 વાગે હાપા આવવા રવાના થઈ જશે જે રવિવારે બપોરે 2.40 વાગે […]

Top Stories Gujarat Rajkot

દુર્ગાપૂજા અને દિવાળી તહેવારો દરમિયાન કોલકતા સહિત પૂર્વ ભારતમાં જવા વધારે ટ્રાફિક રહેતો હોઈ પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા તા.12-10થી 19-11 સુધી હાપા-સાંત્રાગાચી-હાપા સ્પે.સુપરફાસ્ટ એસી ટ્રેનની આવતી-જતી 6-6 ટ્રિપ દોડાવવામાં આવનાર છે.

જે મુજબ આ ટ્રેન નં.02834 સાંત્રાગાચી-હાપા સ્પેશ્યલ ટ્રેન આજે તા.12ના શુક્રવારે રાત્રે 9-05 વાગે હાપા આવવા રવાના થઈ જશે જે રવિવારે બપોરે 2.40 વાગે રાજકોટ અને સાંજે 4.35 વાગે હાપા પહાેંચશે. આ ટ્રેન સાંત્રાગાચીથી કુલ 6 શુક્રવારે મળશે.

જયારે હાપા-સાંત્રાગાચી સ્પે.ટ્રેન નં.02833 તા.15-10, તા.19-11 સુધીના દર સોમવારે હાપાથી સવારે 10.40 વાગે ઉપડી બપોરે 12.30 વાગે રાજકોટ બાદ આગળ રવાના થશે, જે બુધવારે વહેલી સવારે 5.45 લાગે સાંત્રાગાચી પહાેંચશે.

આ ટ્રેન જતા અને આવતા રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેટ, જલગાવ, ભુસાવળ, મનકપુર, આકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગાેંદિયા, દુર્ગ, રામપર, બિલાસપુર, નીરસગુડા, રૂરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશનો ખાતે ઉભી રહેશે. 14 થ્રી ટાયર એસી અને બે લગેજ વાન સહિત 16 કોચની આ સુપરફાસ્ટ ટ્રેન માટે રિઝર્વેશન તા.13નાં શરૂ થઈ જશે.