Gorakhpur School Bus Accident: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક કરુણ અકસ્માતમાં સ્કૂલ બસની અડફેટે પાંચ વર્ષના માસૂમ વિદ્યાર્થીનું મોત થયું છે. પિપરાઇચ પોલીસ સ્ટેશન વિસ્તારના નૈયાપાર ગામમાં બનેલી આ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક અને આક્રોશ ફેલાયો છે. અકસ્માત બાદ ગ્રામજનોએ સ્કૂલની બહાર ભારે હોબાળો કર્યો હતો અને મૃતકના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર તેમજ પરિવારના એક સભ્યને નોકરી આપવાની માંગ કરી હતી.
સ્કૂલે જતી વખતે બસની અડફેટે આવ્યો માસૂમ
મૃતક બાળકનું નામ હિમાંશુ હોવાનું સામે આવ્યું છે. તે એસડી પબ્લિક સ્કૂલમાં ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. શનિવારે સવારે તેની માતા સોની તેને સ્કૂલ બસમાં(Gorakhpur ) બેસાડવા માટે રસ્તા સુધી આવી હતી. આરોપ મુજબ, સવારે આશરે 8:30 વાગ્યે પૂરપાટ ઝડપે આવેલી સ્કૂલ બસે બાળકને અડફેટે લીધો હતો અને આગળ નીકળી ગઈ હતી. અકસ્મત બાદ આસપાસના લોકો બસ પાછળ દોડ્યા હતા. આશરે 200 મીટર દૂર ગ્રામજનોએ બસને રોકી લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ડ્રાઇવર મનોજ બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ હિમાંશુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગ્રામજનોએ બસમાં તોડફોડ કરી, શિક્ષિકાને બાનમાં લીધી
બાળકના (Gorakhpur ) મોતની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ સ્કૂલમાં પહોંચીને હોબાળો કર્યો અને બસમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એક મહિલા શિક્ષિકા રાણી મિશ્રાને પણ ગ્રામજનોએ બાનમાં લીધી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસડીએમ, તહસીલદાર અને કાનૂનગો સહિતના અધિકારીઓએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ ત્રણ કલાકના હોબાળા બાદ પરિવાર અને ગ્રામજનો શાંત થયા હતા.
પરિવારે કરી એક કરોડના વળતરની માંગ
પરિવારજનોએ વહીવટીતંત્ર સમક્ષ લેખિતમાં પોતાની માંગ રજૂ કરી હતી. તેમાં મૃતકના પરિવારને(Gorakhpur ) એક કરોડ રૂપિયાનું વળતર અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરવામાં આવી હતી. અધિકારીઓએ પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. હિમાંશુના પિતા મુંબઈમાં પેઇન્ટ-પોલિશનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રના મોતના સમાચાર મળતાં તેઓ ગોરખપુર માટે રવાના થયા હતા. બાળકના મોતથી તેની માતા, દાદા-દાદી સહિત પરિવારજનોની હાલત અત્યંત ખરાબ છે. પરિવારની આશા હતી કે હિમાંશુ મોટો થઈને સફળ વ્યક્તિ બનશે, પરંતુ એક અકસ્માતે પરિવારનો ચિરાગ છીનવી લીધો.
સ્કૂલ મેનેજમેન્ટે શું કહ્યું?
સ્કૂલ મેનેજર સુનીલ ચૌહાણે ઘટનાને દુઃખદ ગણાવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, બસ સામે તરફથી આવી રહી હતી અને બાળક અચાનક રસ્તા પર દોડી આવ્યું હતું, જેના કારણે ડ્રાઇવરને તે દેખાયો નહીં અને અકસ્માત સર્જાયો. ચૌરીચૌરા સીઓ કુન્દન સિંહે જણાવ્યું કે મૃતક બાળકની માતાની(Gorakhpur ) ફરિયાદના આધારે સ્કૂલ મેનેજર અને બસ ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરાર ડ્રાઇવરની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ગોરખપુરમાં માનવતા મરી પરવારી! 9મા ધોરણની વિદ્યાર્થિની સાથે 4 મહિના સુધી 10 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:યમુના એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, કાર-બસ અથડાતા 13 લોકો જીવતા બડ્યા
