Surat News/ સુરતમાં ફરી વાર નકલીનો કારોબાર, નકલી કોસ્મેટિક ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું

સુરતમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. નકલી વસ્તુઓના કારોબાર પર ફરી એકવાર મોટો પ્રહાર કર્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
સુરતમાં મળતી નકલી બ્યૂટી પ્રોડક્ટ્સ પર પોલીસનો સપાટો

Surat News: સુરતમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય (Health) અને ત્વચા (Skin) સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું (Fake Beauty Products) કારખાનું ઝડપાયું છે. નકલી વસ્તુઓના કારોબાર પર ફરી એકવાર મોટો પ્રહાર કર્યો છે. શહેરના પુણા વિસ્તારમાં નકલી કોસ્મેટિક ક્રીમ બનાવવાનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. નકલી માલની ભરમાર વચ્ચે હવે કોસ્મેટિક સામગ્રી પણ નકલી બનાવવામાં આવી રહી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે.

સુરત પોલીસ (Surat Police) ની તપાસમાં બહાર આવ્યું છે કે કારખાનામાં નકલી ક્રીમ (Fake Cream) તૈયાર કરી તેને ડબ્બીઓમાં ભરી અસલી કંપનીના સ્ટીકર લગાવી ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે કારખાનામાંથી કુલ રૂ. 1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

21 વર્ષીય યુવકની ધરપકડ

સુરત પોલીસે આ પ્રકરણમાં અર્ષિત દેસાઈ (ઉમર 21 વર્ષ) નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી દ્વારા ‘ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ’ નામે નકલી પ્રોડક્ટ (Fake Products) બનાવીને ફ્લિપકાર્ટ (Flipcart) પર વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી પણ રૂ. 1.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ છેલ્લા દોઢ મહિનાથી નકલી ક્રીમનું વેચાણ કરતો હોવાની કબુલાત કરી છે.

ઓછી કિંમતમાં વેચાણ કરી ગ્રાહકોને ભરમાવતો

સુરત પોલીસનું કહેવું છે કે આરોપી દ્વારા માર્કેટમાં રૂ. 399 કિંમતની અસલી ક્રીમને માત્ર રૂ. 170માં ઓનલાઈન વેચાણ (Online Sales) કરી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. નકલી કોસ્મેટિકના ઉપયોગથી આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હોવાને કારણે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: સુરતઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો

આ પણ વાંચો: સુરત  ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા