Rajkot News : રાજ્યમાં દુષ્કર્મના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. જેમાં રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.આ બનાવની વિગત મુજબ રાજકોટના જસદણમાં એક ભૂતપુર્વ વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં ભોગ બનેલી વિદ્યાર્થીનીએ ધમકી આપીને તેની પર દુષ્કર્મ આચકવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આટકોટ પોલીસના જમાવ્યા મુજબ આરોપીઓએ આ ભૂતપુર્વ વિદ્યાર્થીનીને ધમકી આપીને તેની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ વિદ્યાર્થીનીએ છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મધુભાઈ નામના શખ્સે પણ પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું વિદ્યાર્થીનીએ ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આટકોટ પોલીસ, એસઓજી અને એલસીબીએ આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું
