Not Set/ વડોદરામાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી, 3 લોકોનાં મોત

  વડોદરાનાં બાવામાન પૂરા વિસ્તારમાં એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતા ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં છે. વળી ઘણા લોકો આ કાટમાળ નીચે દબાયેલા હોવાની સંભાવનાઓ છે. મળી રહેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય મજૂરો ત્યાં બાંધકામનાં કામમાં સામેલ […]

Gujarat Vadodara
 

વડોદરાનાં બાવામાન પૂરા વિસ્તારમાં એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતા ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં છે. વળી ઘણા લોકો આ કાટમાળ નીચે દબાયેલા હોવાની સંભાવનાઓ છે. મળી રહેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય મજૂરો ત્યાં બાંધકામનાં કામમાં સામેલ હતા.

આ સાથે જ અકસ્માતની માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલુ છે. ફાયરમેન, વહીવટ અને સ્થાનિક લોકો કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઠવામાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગ પહેલાથી જ એક તરફ નમેલી હતી. સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને ફરિયાદ પણ કરી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે જ મહારાષ્ટ્રનાં થાણે નજીક ભિવંડી ઇમાકેમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 39 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના ઘટી ત્યારે લોકો સૂઈ રહ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં દબાઇ ગયા હતા. આ અકસ્માતમાં 39 લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે એનડીઆરએફ ટીમે ઘણા લોકોને કાટમાળમાંથી બચાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.