Not Set/ 10 લોકોના મૃત્યુ સાથે નોધાયા 2220 નવા કેસ

આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા નોધાયેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2220 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,05,338 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે.

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક નોધાતા કોરોના કેસમાં આંકડામાં સતત વધારો સામે આવી રહ્યો છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા નોધાયેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2220 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,05,338 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,263 છે.  રાજ્યમાં રીકવરી રેટ 94.૫૧ ટકા જેટલો છે.

રાજ્યમાં હાલમાં રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. જે અંતર્ગત આજ સુધીમાં  53,89,349 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીકરણની આડ અસર જોવા મળી નથી.