Not Set/ BJP ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા પર હુમલો, પ્રચાર દરમિયાન કારમાં તોડફોડ

પ્રચાર દરમિયાન અશોક ડિંડાની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. ડિંડાને સામાન્ય ઇજા થઇ છે.

Top Stories India

બંગાળમાં બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે મંગળવારે સમાપ્ત થઇ ગયો. પરંતુ ક્રિકેટરથી નેતા બનેલા અશોક ડિંડાએ આરોપ લગાવ્યો કે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા ભાજપની ટિકિટ પર મોયનાથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રચાર દરમિયાન અશોક ડિંડાની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. ડિંડાને સામાન્ય ઇજા થઇ છે. ડિંડાએ હુમલાને લઇને ટ્વિટર પર વીડિયો અને ફોટો પણ પોસ્ટ કર્યા છે. ડિંડાનો આરોપ છે કે તેમની કાર અને તેમના પર ઇઁટોથી હુમલો કરવામાં આવ્યો.

અશોક ડિંડાએ ટ્વીટ કરતાં કહ્યું કે તૃણમૂલના લોકોએ આજે સાંજે 4 વાગે બીડીઓ કાર્યાલયની પાસે મારી પર હુમલો કર્યો.

શુભેન્દુની કાર પર હુમલો

મહત્વનું છે કે પ્રથમ તબક્કાના વોટિંગ દરમિયાન હુગલીના તારકેશ્વર વિધાનસભા અંતર્ગત જેડ પી 33 જોનના ભાજપ મહાસચિવ સુમન મંડળની સાથે છેડતી અને મારપીટની ઘટના થઇ હતી. હુમલાના વિરોધમાં સેંકડો ભાજપ કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા હતા. બંગાળમાં પ્રચાર દરમિયાન હિંસાની આ ઘટના કોઇ પહેલી ઘટના નથી. આ પહેલા વોટિંગ દરમિયાન શુભેન્દુના ભાઇ સોમેન્દુ અધિકારીની કાર પર પુર્વી મેદિનીપુર જિલ્લાના કાંથી વિધાનસભામાં હુમલો કર્યો હતો.

18 માર્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન હાઇ પ્રોફાઇલ સીટ નંદીગ્રામમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ચૂંટણી રેલીમાં હુમલો થયો હતો. આનો આરોપ પણ ટીએમસી કાર્યકર્તા પર લાગ્યો હતો. હુમલામાં ભાજપનો એક કાર્યકર્તા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.