Bhavnagar News : ભાવનગરના યુવાનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) નું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. વિધાનસભામાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના સઘન પ્રયત્નોને કારણે ભાવનગરને આ મહત્વપૂર્ણ તાલીમ કેન્દ્ર મળ્યું છે. આ કેન્દ્ર શરૂ થવાથી ભાવનગર અને આસપાસના જિલ્લાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ IAS, IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે હવે ભાવનગરમાજ તાલીમ મેળવી શકશે. આનાથી ભાવનગરના યુવાનોને મોટો ફાયદો થશે.
વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે ભાવનગરમાં નવા પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના અંગેની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પોતાની રજૂઆતનો સ્વીકાર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
આ સ્પીપા કેન્દ્ર શરૂ થવાથી ભાવનગરના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે એક ઉત્તમ તક મળશે. તેઓને હવે અમદાવાદ કે ગાંધીનગર જેવા શહેરોમાં જવાની જરૂર નહીં પડે. આનાથી યુવાનોનો સમય અને પૈસા બંને બચશે.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ