મોરબી,
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળના મળેલ ઠરાવ મુજબ કાર્યક્રમો આપવાનું નક્કી કર્યુ હતુ..જેમાં મોરબી જિલ્લા તલાટી મંડળે પ્રથમ ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. ત્યારબાદ પેન ડાઉન કરીને વિરોધ દર્શાવ્યો હતો.
અગાઉના કાર્યક્રમ મુજબ મોરબી જિલ્લા મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી મોરબી પાસે માંડવો નાખી એક દિવસની માસ સી.એલ મૂકીને ધરણા શરુ કર્યા. જેમાં 245 તલાટી કમ મંત્રીઓ જોડાયા હોવાનું જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનાં પ્રમુખ ભરતભાઇ બોરસાણીયાએ જણાવ્યું હતું.
