Ahmedabad News : અમદાવાદમાં વધુ એક નકલી અધિકારી પોલીસને હાથે ઝડપાઈ ગયો છે. બનારસનો આ ઠગ નકલી TTE બનીને મુસાફરોને છેતરતો હતો. આ બનાવમાં અમદાવાદ સ્ટેશનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ એક નકલી TTE ને પકડી પાડ્યો છે. TTE તરીકે ઓળખાવનાર વ્યક્તિ ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી શિવ શંકર જયસ્વાલ તરીકે ઓળખાઈ છે. RPF ના જણાવ્યા અનુસાર, 2 જૂનના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ, અમદાવાદ રેલવે સ્ટેશનની સાબરમતી બાજુ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (FOB) પર સુરક્ષા નિરીક્ષણ દરમિયાન , રેલવે પ્રોટેક્શન ફોર્સના SIPF પિયુષ ચૌધરીએ TTE યુનિફોર્મમાં એક વ્યક્તિને શંકાસ્પદ સ્થિતિમાં જોયો હતો. શંકાના કારણે પૂછપરછ કરવામાં આવતા, તે વ્યક્તિ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
આરપીએફના જણાવ્યા અનુસાર, આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સઘન પૂછપરછ માટે ચોકી પર લાવવામાં આવ્યો હતો. યુપીના વારાણસીનો રહેવાસી શિવ શંકર જયસ્વાલ (45) ટીટીઈ બનીને પૈસા પડાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આરપીએફ દ્વારા પૂછપરછ દરમિયાન, તેણે સ્વીકાર્યું કે તે નકલી ટીટીઈ યુનિફોર્મ પહેરીને મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને ક્યૂઆર કોડ દ્વારા તેમની પાસેથી પૈસા વસૂલ કરે છે. આરપીએફની તપાસમાં ખુલાસો થયો છે કે 30 મેના રોજ, તે અમદાવાદ સ્ટેશન પર આવી જ પ્રવૃત્તિ કરતો પકડાયો હતો.
એ પણ સામે આવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કરતો હતો.આરપીએફના જણાવ્યા અનુસાર, આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સઘન પૂછપરછ માટે ચોકી પર લાવવામાં આવ્યો હતો. યુપીના વારાણસીનો રહેવાસી શિવ શંકર જયસ્વાલ (45) ટીટીઈ બનીને પૈસા પડાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આરપીએફ દ્વારા પૂછપરછ દરમિયાન, તેણે સ્વીકાર્યું કે તે નકલી ટીટીઈ યુનિફોર્મ પહેરીને મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને ક્યૂઆર કોડ દ્વારા તેમની પાસેથી પૈસા વસૂલ કરે છે.
આરપીએફની તપાસમાં ખુલાસો થયો છે કે 30 મેના રોજ, તે અમદાવાદ સ્ટેશન પર આવી જ પ્રવૃત્તિ કરતો પકડાયો હતો. એ પણ સામે આવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કરતો હતો.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ
આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા
