@યોગેશ પરમાર, નડીયાદ
કોરોનાની વેશ્વિક મહામારી બાદ છેલ્લા 10 દિવસથી રાજ્યમાં પક્ષીઓમાં ફેલાતા બર્ડ ફ્લુના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર પોલ્ટ્રી ફાર્મ અને ઈંડાના ઉદ્યોગ પર થઇ રહી છે. ખેડા જીલ્લામાં મોટા પ્રમાણમાં પોલ્ટ્રી વ્યવસાય 50 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. બર્ડ ફ્લુના સમાચારના પગલે ચીકન અને ઈંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં આણંદ ખેડા જીલ્લામાં મોટા પ્રમાણમાં પોલ્ટ્રી વ્યવસાય ચાલી રહ્યો છે, જોકે મરઘા ફાર્મના માલિકોમાં છેલ્લા ૧૦ દિવસથી બર્ડ ફ્લુ વાયરસને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણે કે બર્ડ ફ્લુના સમાચારના પગલે ચીકન અને ઈંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ,જે ચીકન ૧૦ દિવસ પહેલા ૨૦૦ રૂપિયે પ્રતિ કિલો મળતું હતું તેની કિમતમાં પ્રતિ કિલોએ ૨૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે બજારમાં માંગ પણ ૫૦ ટકા થઇ છે. જોકે પોલ્ટ્રી માલિકો પોતાના ફાર્મના મરઘામાં બર્ડ ફ્લુની કોઈ અસર ન હોવા છતાં પણ બજારમાં માંગ ઘટી હોવાની વાત કરી રહ્યા છે.
નજીર શેખ એક પોલ્ટ્રી માલિક છે. તેમના જણાવ્યા અનુસાર આ બડી વાતો થી ધંધા પર અસર થાય છે. કશું છે નહિ પણ ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. મરઘા ઉછેરમાં ૪૦ દિવસ લાગે, રીઝલ્ટ મળતું નથી, કશું જ હોતું નથી, ચિકનમાં કોઈ પ્રોબ્લમ છે નહિ, મોબાઈલમાં ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે, ૫૦ ટકા અસર જોવા મળી રહી છે, ઘરાક બીવે છે, એકદમ ફ્રેશ ચીકન હોય છે.
બર્ડ ફ્લુ વાયરસની વાતને કારણે ચીકન ઉદ્યોગને જ નહિ પણ ઈંડાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ૧૦ દિવસથી લોકો ઈંડા ખરીદવા પણ ઓછા આવતા હોવાનું ઈંડા વેચતા વેપારીઓ જણાવી રહ્યા છે
એક ન્ય વેપારીના જણાવ્યા અનુસાર ઇંડાનો ભાવ પહેલા ૧૭૦ રૂપિયા ટ્રે નો ભાવ હતો ,હવે ૧૩૦ રૂપિયા થઇ ગયો છે ઘટાડાનું કારણ રોગચાળાની અફવા છે ,અને તેના કારણે ભાવ ઘટી રહ્યો છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
