ગીર સોમનાથ,
વનરાજનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં વનરાજ આગવી અદામાં જોવા મળ્યા હતા. સિંહો શિયાળાની ઠંડીની મોજ માણવાના મૂડમાં હોય અને સિંહોને બીજા અન્ય સિંહો પણ કંપની આપી રહ્યા હોય તેવુ નજરે પડયું હતુ. સિંહોની મસ્તીના આ વિડિયોથી આહલાદક દ્રશ્યો સર્જ્યા હતા. વનરાજનો આ અંદાજ ગીર જંગલ વિસ્તાર ખેડૂતે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.
