ગુજરાત/ રાજકોટમાં દીવાલ ધરાશાયી થતાં બાળકનું કરુણ મોત નીપજયું

રાજકોટમાં આજીડેમ નજીક ગુલાબનગરમાં સરકારી જમીનમાં વંડાની દિવાલ માથે પડતા માસુમ બાળકનું મોત નિપજયું હતુ.

Gujarat

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી  અનેક શહેરોમાં  બિલ્ડિંગ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારેરાજકોટમાં આજીડેમ નજીક ગુલાબનગરમાં સરકારી જમીનમાં વંડાની દિવાલ માથે પડતા માસુમ બાળકનું મોત નિપજયું હતુ. જયારે તેના પિતાને ગંભીર ઇજા પોહચતા તેને સારવાર માટે સિવીલ હોપિસ્પટલમાં ખસેડાયા છે.

આ પણ  વાંચો:છેતરપિંડી કેસ / સોનમ કપૂરના પતિએ કરી છેતરપિંડી, ઇન્ટરનેશનલ શિપિંગ કંપનીએ લગાવ્યો આ આરોપ

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુલાબનગરમાં રહેતા ઈશુભાઈ મજીદભાઈ લકરીયા (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર કરણ (ઉ.વ.૭) સવારે તેના ઘર પાસે સરકારી ખરાબાની જગ્યાએ તડકો ખાવા બેઠા હતા તે દરમિયાન દિવાલ પડતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ પુત્ર કરણનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું.

આ પણ વાંચો:Valentine Day 2022 / વેલેન્ટાઈન ડે પર નેહા કક્કરને પતિએ આપી સરપ્રાઈઝ ગિફ્ટ, આ નજારો જોઈ ભાવુક થઈ સિંગર

બનાવને પગલે આજીડેમ પોલીસ મથકના જમાદાર મહેન્દ્રભાઈએ તપાસ કરતા પિતા ઈશુભાઈ કચરો વિણવાનું કામ કરતા અને મુળ કાલાવડના હાલ રાજકોટમાં ગુલાબનગરમાં રહેતા તેને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રી હોવાનું અને સવારે તેના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન દિવાલ પડતા બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.