Not Set/ કચ્છ/ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયૂટમાં માસિક ધર્મ પાળવાને મુદ્દે છાત્રાઓનું ચેકિંગ કરાતા સર્જાયો ભારે વિવાદ

કચ્છની રાજધાની ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી જોવા પામ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવેલી આવી કરણીથી વિવાદનાં વમળો સર્જાયા છે. આ મામલે સફાળી જાગેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની એક ટીમ તાત્કાલિક સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ તપાસાર્થે દોડી […]

Gujarat Others

કચ્છની રાજધાની ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી જોવા પામ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવેલી આવી કરણીથી વિવાદનાં વમળો સર્જાયા છે.

આ મામલે સફાળી જાગેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની એક ટીમ તાત્કાલિક સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ તપાસાર્થે દોડી ગઈ હતી. ટીમ દ્વારા સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ઘરવામાં આવી હતી.

તપાસનો રિપોર્ટ ટીમ દ્વારા તપાસ પૂર્ણ થતા યુનિવર્સિટીને સોંપશે. જેના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. માસિક ધર્મની તપાસથી ગિન્નાયેલી વિદ્યાર્થિનીઓ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.