Bhavnagar News:ભાવનગરના મહુવામાં 3.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો (Earthquake) આંચકો નોંધાયો છે.આ હળવી તીવ્રતાનો ધરતીકંપ ગુરુવારની મોડી રાત્રે લગભગ 3:00 વાગ્યે અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને નાસભાગ મચી ગઈ હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) મહુવાથી આશરે 23થી 30 કિમી દૂર નોંધાયું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અને અન્ય સિસ્મિક મોનિટરિંગ એજન્સીઓના આંકડા અનુસાર આ ભૂકંપની ઊંડાઈ લગભગ 5થી 10 કિમી જેટલી હતી.
મહુવાથી 30 કિમી દૂર ભૂકંપનું (Earthquake) કેન્દ્રબિંદુ
આ આંચકો અનુભવાતાં જ મહુવા શહેર અને આસપાસના ગામડાઓમાં રહેતા લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

થોડા સમય પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉના થી આશરે 44 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી આસપાસના વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા. જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નહોતા.
