Gujarat Weather:ગુજરાતમાં ભર ઉનાળાના દિવસોમાં અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉપરી હવામાન સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન અને વરસાદનો (Rain Alert) માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતનાં મોટાભાગના તાલુકામાં નોંધાયો વરસાદ (Rain Alert)
પાછલા 24 કલાકમાં રાજ્યના 80થી વધુ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain Alert) નોંધાયો છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાયો છે.

વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો
ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે જિલ્લામાં ઝડપી પવન ફૂંકાયા હતા અને સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા.
સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં માવઠું થયું છે, અને 68 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યાંરે બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ,ચોટીલામાં દોઢ વધુથી વધુ વરસાદ અને રાજકોટ, ભેંસાણમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ , રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે .આજે (20 માર્ચ) અને આગામી 1-2 દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.કેટલાક સ્થળોએ વરસાદ (Rain Alert) અને તેજ પવનની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ ધીમે ધીમે વધારો થશે.માહિતી અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉપરી અને મધ્યમ સ્તરે પશ્ચિમી પવનોમાં ટ્રફ બની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.
