Gujarat Weather:ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ આકરી ગરમી અને હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના મોટા ભાગમાં કમોસમી વરસાદ (Rain Forecast) પડવાની આગાહી કરવામાં આવી છે.
આ દરમિયાન ગાજવીજ, વીજળી અને 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 માર્ચ (બુધવાર)ના રોજ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની (Rain Forecast) શક્યતા. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં માવઠાની શક્યતા (Rain Forecast)
19 માર્ચ (ગુરુવાર)ના રોજ વરસાદની (Rain Forecast) તીવ્રતા વધશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે તેજ પવન અને ગાજવીજની અપેક્ષા છે.
20 માર્ચે (શુક્રવાર) વરસાદની અસર ઘટશે, પરંતુ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા સરહદી અને પહાડી વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આ કમોસમી વરસાદ આવી રહ્યો છે. વહેલી સવારથી 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વિઝિબિલિટી ઘટી છે, આગામી સમયમાં વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં તાપમાન ઘટ્યું, 18-20 માર્ચમાં કમોસમી વરસાદનો સંભાવના, ખેડૂતોએ સાવચેતી રાખવી
આ પણ વાંચો:રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી
આ પણ વાંચો:અમરેલીના બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં
