અમદાવાદ.
અમદાવાદમાં કાલ રોજ આરટીઓ દ્વારા 12 ટીમો દ્વારા અમદાવાદની 12 વિવિધ જગ્યાઓ પર ટ્રાફિક ડ્રાઈવ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ આજ રવિવારના રોજ અમદાવાદના સૌથી જૂના બજાર ગણાતા ગુજરી બજારમાં પણ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી દીધી છે.
પોલીસે રસ્તા પર બેસતા લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રવિવારના દિવસે ભરાતા આ બજારમાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.
ત્યારે આ બજાર પર ટ્રાફિક ડ્રાઈવ કરાતા વેપારીઓ સાથે અમદાવાદીઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે. પરંતુ શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા ડામવા પ્રયત્નોના ભાગ રૂપે કરવાામાં આવી રહેલા ટ્રાફિક ડ્રાઈવ લોકોના હિતમાં છે અને લોકો પણ તેને સહકાર આપી રહ્યા છે.
આપણે જણાવી દઈએ કે અમદાવાદ રિવરફ્રન્ટના ગુજરી બજાર પર કાર્યવાહી હાથ ધરાઈ છે. આજ રવિવારના રોજ ટ્રાફિક ડ્રાઇવમાં તમામ પાથરણા વાળાઓ પર કડક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ પાથરણા અને લારીઓવાળાને ખસેડવામાં આવ્યા હતા.
