Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Maharashtra/ CM ઉદ્ધવ ઠાકરેને મળ્યા વન મંત્રી સંજય રાઠોડ, પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

શિવસેનાના નેતા સંજય રાઠોડ રવિવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને તેમને રાજીનામું સુપરત કર્યું હતું

February 28, 2021March 1, 2021Maya Sindhav
Top Stories

મહારાષ્ટ્રના વન પ્રધાન સંજય રાઠોડે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના નેતા સંજય રાઠોડ રવિવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને તેમને રાજીનામું સુપરત કર્યું હતું. સંજય રાઠોડે સીએમ ઉદ્ધવને રાજીનામું સ્વીકારવાની વિનંતી કરી છે.

જણાવી દઈએ કે, આજે શિવસેનાના નેતા સંજય રાઉતે સંજય રાઠોડ પર એક ટ્વીટ કર્યું હતું, જેમાં ટિકટોક સ્ટારની આત્મહત્યાને લઈને વિવાદોથી ઘેરાયેલા હતા. જેમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજની એક તસવીર શેર કરીને તેમને રાજધર્મની યાદ અપાવી હતી. આ તસવીર પર લખ્યું છે કે શિવાજી મહારાજના હાથમાં જે શાહી લાકડી છે તે આ વસ્તુનુ પ્રતીક છે. તે મહારાષ્ટ્ર ધર્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો અર્થ રાજધર્મ છે.

આ પણ વાંચો : PM મોદીની તસવીર અને 19 સેટેલાઈટ્સ લઈને PSLV-C51 ને ભરી ઉડાન, અવકાશમાં ગુંજશે ગીતાના સંદેશ

વિપક્ષના પ્રશ્નો પર અગાઉ સંજય રાઉતે કહ્યું હતું કે આ મામલો મહારાષ્ટ્ર સરકાર સાથે સંબંધિત છે અને સરકાર તેના પર કાર્યવાહી કરશે. રાઠોડ વરિષ્ઠ પ્રધાન છે અને પાર્ટીનો મોટો ચહેરો પણ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે તપાસ કરવાનું કહ્યું છે. પાર્ટીમાં તેના વિશે કોઈ શંકા નથી. જ્યારે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ આ મુદ્દે બોલ્યા છે, ત્યારે તમે કેવી રીતે કહી શકો કે શિવસેનાએ આ મામલે મૌન ધારણ કર્યું છે.

યાદ અપાવી દઈએ કે, પુનાની 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણે બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પૂજાના અવસાન પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે મહારાષ્ટ્રના વન પ્રધાન સંજય રાઠોડ સાથે પૂજા નામ ઉમેરવામાં આવ્યું હતું. પૂજાની આત્મહત્યાના કેસમાં સંજય રાઠોડનું નામ હોવાથી શિવસેના પ્રમુખ અને રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે પર રાઠોડના રાજીનામા માટે દબાણ લાવવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો : આસામમાં BJP ની સહયોગી પાર્ટી છોડ્યો સાથ, કોંગ્રેસમાં જોડાયા

તાજેતરમાં વિવાદ વધતો જોઈને સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંત્રી સંજય રાઠોડને સમન્સ પાઠવ્યા હતા. સંજય રાઠોડ વિવાદોમાં સામેલ થયા બાદ જાહેરમાં દેખાયા ન હતા પરંતુ અચાનક તે વશીમ જિલ્લાના એક મંદિરમાં પહોંચ્યો હતો. અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે તેમની ઉપર લાગેલા આક્ષેપોને નકારી દીધા હતા.

રાઠોડે દાવો કર્યો હતો કે મહિલાના “દુર્ભાગ્યપૂર્ણ” મૃત્યુ બાદ “ગંદુ રાજકારણ” રમવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે વિપક્ષ પહેલેથી જ આ મામલે ઉદ્ધવ સરકાર પર હુમલો કરી રહી છે. બીજેપીએ રાઠોડને પદ પરથી હટાવવા અને 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજાના મોતની વિસ્તૃત તપાસની માંગ કરી છે. જો કે હવે રાઠોડે સીએમ ઉદ્ધવને રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો : અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી એક આંતકી સંગઠને લીધી, આ છે પુરાવો

Post navigation

ગુજરાતમાં યુપી બિહારવાળી, અહીં થયું બુથ કેપ્ચરીંગ
સ્થાનિક સ્વરાજની મતદાન પ્રક્રિયા પૂર્ણ, જાણો ક્યા, કેટલુ થયુ મતદાન?

More Posts

Breaking News/ મોરબીના ચકચારી કેસમાં વધુ 6 આરોપીના કોર્ટે રીમાન્ડ મંજૂર

November 28, 2023Maya Sindhav

Gandhinagar News/ ગુજરાતને મળી નાણાકીય સફળતા: દેવામાં સૌથી વધુ ઘટાડો, છેલ્લા 10 વર્ષમાં 4.5% ઘટાડો

February 13, 2025Yogesh Vaghela

Ahmedabad Gaming Zone/ અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

May 26, 2024jani
ખેડૂતોના પ્રશ્નો વરુણ ગાંધીએ એક ખેડૂતનો પાક સળગાવતો વીડિયો ટ્વીટ કર્યો,

Uttar Pradesh/ વરુણ ગાંધીએ એક ખેડૂતનો પાક સળગાવતો વીડિયો ટ્વીટ કર્યો, પોતાની જ સરકાર પર ઉઠાવ્યા આ સવાલો

October 23, 2021padma prajay

PM Modi US Visit/ વ્હાઇટ હાઉસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, કહ્યું અમારી મિત્રતા વિશ્વ માટે પૂરક બનશે

June 22, 2023garima rao

બચાવ/ ક્રેડિટ સ્યુઇસને ઉગારી લેવાઈ, યુબીએસ તેને હસ્તગત કરશે

March 20, 2023March 20, 2023jani

Not Set/ પાકિસ્તાનમાં નહીં વેચાય સુરતની સાડી,લહેંગા

August 9, 2019August 9, 2019Maya Sindhav

જમ્મુ-કાશ્મીર/ ગુલામ નબી આઝાદે પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું,કોઇ પ્રતિક્રિયા આપી નથી!

August 16, 2022garima rao

Morbi News/ મોરબીના કોયબા ગામે આવેલી રબરની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની છ ટુકડીઓ પહોંચી

June 12, 2026June 12, 2026jani

Not Set/ કોંગ્રેસ સ્થાપના દિવસ : રાહુલ ગાંધી અને મનમોહન સિંહે કેક કાપી કરી ઉજવણી

December 28, 2018December 28, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy