Gujarat News: ગુજરાત સરકારે વહીવટી કામગીરી વધુ સુચારૂ બનાવવા માટે GAS કેડરના 15 અને IAS કેડરના 1 સહિત કુલ 16 વરિષ્ઠ અધિકારીઓને વધારાનો (GAS Officers Additional Charge) ચાર્જ સોંપ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 27 જુલાઈ, 2026ના રોજ આ અંગેનો સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યો છે. તાજેતરની બદલી બાદ ખાલી પડેલી જગ્યાઓ પર આગામી આદેશ સુધી આ અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
GAS Officers Additional Charge: ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં મહત્વની નિમણૂકો
હુકમ અનુસાર વી. કે. પટેલને GIDCમાં અન્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ, વાય. એસ. ચૌધરીને ગુજરાત રિન્યુએબલ એનર્જી માર્કેટિંગ કોર્પોરેશન (GRIMCO)ના મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ અને એમ. આર. પ્રજાપતિને ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં OSD તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત વાય. બી. ઝાલાને એડિશનલ કલેક્ટર, કે. બી. પટેલને ચીફ મિનિસ્ટર હેલ્પલાઇન કો-ઓર્ડિનેશન યુનિટના ડિરેક્ટર, એન. યુ. પઠાણને વડોદરા એડિશનલ કલેક્ટર (ઇરિગેશન), એમ. સી. પંડ્યાને એડિશનલ કલેક્ટર (નર્મદા), એ. ડી. જોશીને GSRTCના જનરલ મેનેજર, પી. વી. ગોંદલિયાને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનના રજિસ્ટ્રાર અને સી. એ. ગોહિલને SPIPA અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ફેરફાર
સૌરાષ્ટ્રમાં વી. કે. સાંબડને ભાવનગર એડિશનલ કલેક્ટર, પી. પી. પટેલને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના CEO અને પી. એચ. ગલચરને રાજકોટ DRDAના ડિરેક્ટર તરીકે વધારાની જવાબદારી આપવામાં આવી છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પિનાકિની ભાગોરાને નર્મદા-રાજપીપળા DRDAના ડિરેક્ટર, એ. વી. ડાંગીને વલસાડ DRDAના ડિરેક્ટર તથા વંદના મીના (IAS)ને અરવલ્લી-મોડાસા ટ્રાઇબલ એરિયા સબ-પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વહીવટી કામગીરીને ગતિ આપવાનો પ્રયાસ
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાલી પડેલી જગ્યાઓને કારણે વહીવટી કામગીરી પર કોઈ અસર ન પડે અને વિવિધ વિભાગોમાં કામગીરી સતત ચાલુ રહે તે હેતુથી આ વધારાની જવાબદારીઓ આગામી હુકમ સુધી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 75 વર્ષ જૂના ટુકડા ધારા-1947માં સુધારો
આ પણ વાંચો: ગુજરાત સરકારે IAS અધિકારીઓને સોંપી વધારાની જવાબદારી
