Gujarat News/ ગુજરાત સરકારે IAS અધિકારીઓને સોંપી વધારાની જવાબદારી

આદેશ મુજબ, 2004 બેચના IAS અધિકારી રાજેશ મંજુ (Rajesh Manju), જે હાલ રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિસિયો સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે

Top Stories Gujarat
ગુજરાત સરકારે (GUJARAT GOVERNMENT)વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં કેટલાક વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપતા સત્તાવાર આદેશ જાહેર કર્યો છે

Gujarat News : ગુજરાત સરકારે (GUJARAT GOVERNMENT)વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં કેટલાક વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપતા સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 22 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર રાજ્યના વિવિધ મહત્વના પદો પર વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આદેશ મુજબ, 2004 બેચના IAS અધિકારી રાજેશ મંજુ , જે હાલ રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિસિયો સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને રાહત કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિસિયો સચિવ તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ચાર્જ અગાઉ અલોક કુમાર પાંડે પાસે હતો.

આ ઉપરાંત રાજેશ મંજુને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પણ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપનના દૃષ્ટિકોણથી આ પદ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

વહીવટી આદેશમાં વધુમાં જણાવાયું છે કે 2013 બેચના IAS અધિકારી યોગેશ બી. નિરગુડે , જે હાલમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા કરાયેલા આ વહીવટી ફેરફારોને રાજ્યના વિવિધ વિભાગોમાં કામગીરીની સતતતા અને અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો : નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચો : લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે લીધેલા મહેસુલી નિર્ણયો અંગેની તપાસ માટે નિવૃત આઈએએસની નિમણૂક

આ પણ વાંચો : આઈએએસ’ બનવા માટે કર્યો અદ્ભુત ગુનો, એવા સમાચાર વાયુવેગે ફેલાવ્યા કે કલેક્ટરે પણ  મીઠાઈ ખવડાવી