Not Set/ શું ગુજરાત મોડેલ હવે યુપી બિહાર મોડેલ માં તબદીલ થઇ રહ્યું છે, “બેટી બચાવો બેટી પઢાવો” સુત્રના સરેઆમ ઉડ્યા લીરા

બેટી બચાવો બેટી પઢાવો, સૌનો સાથ સૌનો વિકાસ, ગુજરાત મોડેલ, માત્ર કાગળ ઉપરના ઘોડા સાબિત થયા છે. ગાંધીનું ગુજરાત આજે ગેંગરેપીસ્ટના ગુજરાતમાં ફેરવાઈ રહ્યું છે. ૪૮ કલાક જેટલા ટૂંકા ગાળામાં ગુજરાતના ૩  મોટા જીલ્લા માં બાળકીઓને નરાધમો દ્વારા પીંખી નાખવામાં આવી છે. છતાંય સામાજિક સસ્થાઓ અને મહિલા આયોગ અને NGO અને ગુજરાત સરકાર જે હજુ […]

Top Stories Gujarat

બેટી બચાવો બેટી પઢાવો, સૌનો સાથ સૌનો વિકાસ, ગુજરાત મોડેલ, માત્ર કાગળ ઉપરના ઘોડા સાબિત થયા છે. ગાંધીનું ગુજરાત આજે ગેંગરેપીસ્ટના ગુજરાતમાં ફેરવાઈ રહ્યું છે. ૪૮ કલાક જેટલા ટૂંકા ગાળામાં ગુજરાતના ૩  મોટા જીલ્લા માં બાળકીઓને નરાધમો દ્વારા પીંખી નાખવામાં આવી છે. છતાંય સામાજિક સસ્થાઓ અને મહિલા આયોગ અને NGO અને ગુજરાત સરકાર જે હજુ સુધી આ મુદ્દે મૌન સેવ્યું છે.

રાજકોટ,  વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ફૂલ થી પણ માસુમ દીકરીઓ સાથે પાસવી નરાધમો દવારા દુષ્કર્મ સમાજ માટે ખરેખર લાલ બત્તી સમાન છે. આજે આપણો ગુજરાતી સમાજ જેની આખી દુનિયામાં દુહાઈ દેવામાં આવે છે કયા પંથે જઈ  રહ્યો છે. કોણ જવાબદાર છે આ પાસવી ઘટના  માટે..?

વારંવાર બનતી આ ઘટનાઓ રાજ્યમાં કથળતી કાયદા અને વ્યવસ્થાની ચાડી ખાઈ રહ્યું છે. જે ગુજરાત મોડેલ ની આખા ભારતમાં ચર્ચા થઇ રહી છે, ગુજરાત માં અઢી રાત્રે પણ દીકરીઓ આરામથી ઘરની બહાર હારી ફરી શકે તે ગુજરાતમાં જ હવે દીકરીઓ સલામત નથી.

આવી ઘટનાઓ ને અંજામ આપતા પહેલા અરોપીમાં કાયદાનો કોઈ દર દેખાતો નથી. કેમ..? કારણ કાયદામાં કોઈ સખત સજા ની જોગવાઈ નથી..?  શું ગુજરાત મોડેલ હવે યુપી બિહાર મોડેલ માં તબદીલ થઇ રહ્યું છે.

ગુજરાતમાં સગીરો પર જાતીય હુમલાઓ ઘણાં વધી ગયા છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળ ગુજરાતમાં 3 વર્ષમાં 3630 કેસ નોંધાયા છે. પોકસો હેઠળ બનતા કેસોમાં 2016ની સરખામણીમાં 2017માં 20 ટકા કેસો વધી ગયા છે.હાલ ચાલી રહેલ રાજ્યસભાના સત્રમાં આ આંકડો સામે આવ્યો હતો. 2017માં ગુજરાત પાંચમા નંબરે રહેતા અહીં 1,697 કેસો નોંધાયા છે,જ્યારે 2016માં  રાજ્યમાં 1,408 કેસો નોંધાયા હતા અને દેશમાં તેનો 12મો ક્રમ હતો.

હવે સમય આવી ગયો છે કે, ગુજરાતની બાળાઓએ હવે પોતાની સુરક્ષા માટે પોતે જ સક્ષમ બનવું પડશે. માતા-પિતાએ ડાન્સ અને સ્કેટિંગ નીજ્ગ્યાએ બાળકીઓને કરાટે  અને જુડો ની તાલીમ અપાવવી પડશે, એ સમય હવે પાકી ગયો છે. મહિલાઓએ હવે ઘરેથી  બહાર નીકળતા પહેલા પોતાની સુરક્ષાની તૈયારી કરી ને નીકળવું પડશે. પોતાની સાથે ચીલી સ્પ્રે, ચાકુ જેવા સાધનો પોતાની સાથે વસાવવા પડશે..?

રંગીલું રાજકોટ શર્મસાર બન્યું છે. 80 ફૂટ રોડ પર તંબુ નાંખીને રહેતા શ્રમિકની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સ બાળકીને ઉઠાવી જઈ નાળા પાસે લઈ ગયા અને બાળકીને પીંખી નાખી. બાળકી ગાયબ હોવાનું જણાતા પરિવાર શોધવા નિકળ્યો હતો. દરમિયાન બાળકી રડતા રડતા ઘરે આવી અને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની વાત કરી હતી. હાલ બાળકી સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં છે.

સુરત ખાતે સાવકા પિતા દ્વારા 11 વર્ષની માસૂમ બાળકી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતુ હતુ. એટલું જ નહીં દુષ્કર્મ  આચર્યા બાદ પિતાએ બાળકીને ધમકી પણ આપી હતી, જેના કારણે બાળકી પોતાની સાથે થઈ રહેલા ગુના અંગે કોઈને કહી ના શકી. પરંતુ જ્યારે પુત્ર અચાનક ઘરે આવ્યો ત્યારે પિતા રંગે હાથ ઝડપાયો હતો.

એક 14 વર્ષની સગીરા પર ગેંગરેપ થવાની ઘટના સાથે આવી છે. ગેંગરેપની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો છે.

14 વર્ષની સગીરા પર ગેંગરેપ  થતા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોધવામાં આવી છે. ફરિયાદમાં  પીડિતાએ જણાવ્યું કે, તે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ નવલખી મેદાનમાં પોતાના ફિયાન્સ સાથે ફરવા ગઈ હતી ત્યારે તેના પર બે શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે 8 વાગ્યે નવલખી મેદાન પર પીડિતા પોતાના ફિયાન્સ સાથે ફરવા ગઈ હતી ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા અને તેના ફિયાન્સ સાથે મારામારી કરી, ત્યારબાદ તેમણે છોકરીને પણ ત્યાંથી દૂર ખેંચી લીધી હતી અને મેદાનની નજીક આવેલી ઝાડીમાં છોકરીને લઈ ગયા તેને પણ માર મારવામાં આવ્યો હતો, અને ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.

અમદાવાદની યુવતીને નોકરીની લાલચ આપીને મોરબીમાં કર્યો ગેંગરેપ

60 વર્ષના બે આધેડોએ 50 વર્ષની મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું,બ્લેકમેલનો ધૃણાસ્પદ કિસ્સો

આણંંદ/ પેન્શન લેવા નિકળેલી મહિલાની મળી લાશ, દુષ્કર્મ પણ થયાની આશંકા

વલસાડમાં સરપંચ વિરુદ્ધ સગીરાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદનાં 16 વર્ષનાં સગીરે 11 વર્ષની બાળકી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

પંચમહાલ : સગા પિતાએ જ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

વડોદરા ગેંગરેપ/ જો પોલીસ કન્ટ્રોલ રૂમે મદદનો ફોન ઉપાડ્યો હોત તો? ઘટના સમયનો ફિયાન્સનો મિત્ર સાથે વાતચીતનો વાઇરલ ઓડીયો આવ્યો સામે


ગાંધીનું ગુજરાત છે કે ગેન્ગરેપીસ્ટનું ગુજરાત/ નથી રહી બાળકીઓ સલામત, આજે ફરી એકવાર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી, રાજકોટ ખાતે 5 વર્ષીય બાળકી પીંખાણી

ગુજરાતમાં સગીરો પર જાતીય હુમલામાં 20 ટકાનો વધારો,દેશમાં પાંચમા ક્રમે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.