Not Set/ પાકિસ્તાની રેલ્વે મંત્રી શેખ રશિદએ કહ્યું, ભારતીય નેતા મારું મોત ઇચ્છે છે

પાકિસ્તાની રેલ્વે મંત્રી શેખ રાશિદે કહ્યું છે કે, ભારતના રાજકારણીઓ મારૂ મોત ઇચ્છી રહ્યા છે. શનિવારે લાહોરમાં પત્રકારોને સંબોધન કરતા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે પ્રખ્યાત રેલ્વે મંત્રીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 ને ખતમ કરીને મોટી ભૂલ કરી છે. મોદીનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનને નષ્ટ કરવાનો છે રાશિદે કહ્યું, “મોદીનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનને […]

Top Stories India

પાકિસ્તાની રેલ્વે મંત્રી શેખ રાશિદે કહ્યું છે કે, ભારતના રાજકારણીઓ મારૂ મોત ઇચ્છી રહ્યા છે. શનિવારે લાહોરમાં પત્રકારોને સંબોધન કરતા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે પ્રખ્યાત રેલ્વે મંત્રીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 ને ખતમ કરીને મોટી ભૂલ કરી છે.

મોદીનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનને નષ્ટ કરવાનો છે

રાશિદે કહ્યું, “મોદીનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનને નષ્ટ કરવાનો છે.” રેલ્વે મંત્રીએ ભારતીય સૈનિકોને ચેતવણી આપી છે કે જો તેઓ લાહોર અથવા ગુલામ કાશ્મીર તરફ આગળ વધે તો પાકિસ્તાનનો સ્માર્ટ બોમ્બ તેમનું સ્વાગત કરશે. અમારી સેના તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બંને દેશો માટે વાતચીત દ્વારા આ મુદ્દાને હલ કરવામાં આવે તે વધુ સારું રહેશે. આ પહેલા રશિદે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબર નવેમ્બરમાં યુદ્ધ થઈ શકે છે.

કાશ્મીર પર વૈશ્વિક પરિષદ યોજશે

પાકિસ્તાન કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. કાયદા અને ન્યાય પ્રધાન બેરિસ્ટર ફરોહ નસિમે શનિવારે મીડિયા વાતચીતમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે કાયદા અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો અને રાજદૂતોને આમંત્રિત કરવામાં આવશે.

પીઆઈએમાંથી 1000 કર્મચારીઓને નોકરીમાંથી છટણી

આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) એ લગભગ 1000 સરપ્લસ કર્મચારીઓને છૂટા કર્યા છે. તેણે એરલાઇન્સના ખર્ચ ઘટાડવા માટે અન્ય પગલા પણ લીધા છે. પીઆઈએ પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ એર માર્શલ અરશદ મલિકે વડા પ્રધાનના નાણાકીય સલાહકાર અબ્દુલ હાફિઝ સાથેની મુલાકાત દરમિયાન આ વાતની પુષ્ટિ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.