ગુજરાત/ દ્વારકામાં પ્રથમ મહિલા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી તરીકે મધુબેન ભટ્ટની વરણી

અધિકારી મધુબેન ભટ્ટની દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીમાંથી જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યના 53 જિલ્લા શિક્ષણ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના પ્રભારી અધિકારી મધુબેન ભટ્ટની દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીમાંથી જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

મધુબેન ભટ્ટ અગાઉ જામનગરની સજુબા હાઈસ્કૂલમાં નોકરી કરી ચૂક્યા છે. આ પછી તેમણે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને ત્યારબાદ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કામ કર્યું. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ મહિલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મધુબેન ભટ્ટની થયેલી આ નિમણૂકને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ખાસ મુલાકાત લઇ અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં દ્વારકા જિલ્લો જામનગર થી અલગ થયો ત્યારથી અહીં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી મહદ અંશે એક જ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તાજેતરના ઓર્ડરથી હાલ જિલ્લાને બંને શિક્ષણાધિકારી મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: