Islamabad News : ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન લાંબા સમયથી તેની ધરતી પર ત્રાસવાદી જૂથોને આતંક ફેલાવવા પરવાનગી આપી રહ્યું છે. પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ એુપ્રિલ 2025માં જમ્મુ કાશમીરમાં હૂમલો કરીને 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાંખી હતી. બીજીતરફ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને બદલો લીધો, જેમાં ઘણા આતંકવાદીઓને ઠાર માર્યા.
આખી દુનિયાએ આ આતંકવાદી ઠેકાણાઓનો નાશ જોયો હતો. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સ્વીકાર્યું છે કે તેમનો દેશ ભારત વિરુદ્ધ આતંક ફેલાવવામાં સામેલ રહ્યો છે.
ધ વાયરને આપેલા ઇન્ટરવ્યુમાં, બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સ્વીકાર્યું છે કે ભૂતકાળમાં પાકિસ્તાની જૂથો ભારત વિરુદ્ધ આતંક ફેલાવવામાં સામેલ રહ્યા છે, પરંતુ તેમણે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે પાકિસ્તાન સરકાર તેમાં સામેલ હતી. બિલાવલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન હવે બદલાઈ ગયું છે અને ઇસ્લામાબાદે આ આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરી છે.પહેલગામ આતંકવાદી હુમલા વિશે પૂછવામાં આવતા, તેમણે તેમાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. બિલાવલે હુમલાની જવાબદારી સ્વીકારનાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ વિશેના પ્રશ્નોના સીધા જવાબ આપ્યા ન હતા.
હુમલાના માત્ર 45 મિનિટમાં જ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી.બિલાવલ ભુટ્ટોએ આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ઇસ્લામાબાદે ભારત સરકાર પાસેથી વિશ્વસનીય પુરાવા માંગ્યા હતા પરંતુ તેમાંથી કોઈ પૂરા પાડવામાં આવ્યા ન હતા. પરંતુ જ્યારે ઓપરેશન સિંદૂર પછી માર્યા ગયેલા આતંકવાદીઓની અંતિમયાત્રામાં આતંકવાદી કમાન્ડર અબ્દુલ રૌફ સાથે લશ્કરી અધિકારીઓની હાજરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રશ્ન ટાળ્યો.
આ પણ વાંચો:શશિ થરૂરના કોંગ્રેસ છોડવાની ગણતરી શરૂ, કરો યા મરોનો નિર્ણય 23 જૂન પછી લેવામાં આવશે
