Gandhinagar News/ રાજ્ય સરકારના કર્મચારીઓ થશે ખુશખુશાલ, DA વધશે

ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકાર કર્મચારીના મોંઘવારી ભથ્થા (ડીએ)માં છ ટકાનો વધારો કરશે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકાર કર્મચારીના મોંઘવારી ભથ્થા (ડીએ)માં  વધારો કરશે. કેન્દ્ર સરકારે 2025માં કર્મચારીઓને વધારો આપ્યો હતો. તેના પગલે રાજ્ય સરકારો પણ વધારો આપશે તેમ માનવામાં આવતું હતું, ફક્ત ક્યારે જાહેરાત કરી તે જ જોવાનું હતું.

કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએમાં 6 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 53 ટકા ડીએ મળે છે. છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાઓ, પંચાયત સેવાઓ અને અન્યના કુલ 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનરોને લાભ મળશે. વધારાનું મોંઘવારી ભથ્થું-એપ્રિલ-2025ના પગાર સાથે 3 મહિનાના બાકીના તફાવતની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં 6ઠ્ઠા અને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2025થી કેન્દ્રીય ધોરણે વધારાના મોંઘવારી ભથ્થાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણયની જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થામાં, 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીના 3 મહિનાનો તફાવત, એપ્રિલ-2025ના પગારની સાથે એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લાભ રાજ્ય સરકારના કુલ 4.78 લાખ કર્મયોગીઓ, પંચાયત સેવા અને અન્ય અને લગભગ 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનધારકોને મળશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ બાકીદારોને કુલ રૂ. 235 કરોડ ચૂકવશે અને પગાર ભથ્થા-પેન્શનના રૂપમાં રૂ. 946 કરોડની વધારાની વાર્ષિક ચુકવણી કરવામાં આવશે. નાણા વિભાગ દ્વારા આ નિર્ણયના અમલીકરણ માટે જરૂરી આદેશો જારી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. અગાઉ, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025 માં તેના કર્મચારીઓને વધારાની ભેટ આપી હતી. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં 53 ટકા ડીએ મળે છે, હવેથી, 53ને બદલે, રાજ્યના કર્મચારીઓને 55 ટકા ડીએ મળશે. જો કે વધેલા ડીએનો અમલ ક્યારે થશે તે સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થા પર રોક હટાવાઇ, 1 જૂલાઇથી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, કેન્દ્રીય કર્મીઓનાં DAમાં વધારો કરાયો, DA 17 ટકાથી વધારીને 28

આ પણ વાંચો: શું કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પર ભેટ મળશે? DAમાં મોટો વધારો થઈ શકે છે

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની કર્મચારીઓને મોટી ભેટ,DAમાં કર્યો 4%નો વધારો