Entertentainment/ EDની કાર્યવાહીમાં  વિજય દેવરાકોંડા, રાણા દગ્ગુબાતી સહિત 29 સેલેબ્સ પર ગેરકાયદેસર બેટિંગ એપ્લિકેશન પ્રમોશનનો આરોપ

Enforcement Directorateના અહેવાલ મુજબ 29 સેલિબ્રિટીઓ સામે કેસ નોંધ્યો છે. જેમાં એક્ટર વિજય દેવરાકોંડા, રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજના જેવા દિગ્ગ્જ્જોનો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપ છે કે તેઓ ગેરકાયદેસર બેટિંગ એપ્લિકેશનનો પ્રચાર કરી રહ્યા હતા.

Top Stories Breaking News Entertainment

Enforcement Directorateના અહેવાલ મુજબ 29 સેલિબ્રિટીઓ સામે કેસ નોંધ્યો છે. જેમાં એક્ટર વિજય દેવરાકોંડા, રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજના જેવા દિગ્ગ્જ્જોનો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપ છે કે તેઓ ગેરકાયદેસર બેટિંગ એપ્લિકેશનનો પ્રચાર કરી રહ્યા હતા. આ કાર્યવાહી સાયબરાબાદ પોલીસ દ્વારા નોંધાયેલી FIRના આધારે કરવામાં આવી હતી.

ED નું મુખ્ય કામ શું છે ?

ED મુખ્યત્વે આર્થિક ગુનાઓ, મની લોન્ડરિંગ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનને લગતા કેસો સાથે કામ કરે છે. તમને જણાવી દઈએ કે જે કાયદા હેઠળ ED કામ કરે છે તેમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002, ફ્યુજીટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ 2018 અને કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી એક્ટ, 1974 સામેલ છે.

EDની આ કાર્યવાહી ફણીન્દ્ર શર્માની ફરિયાદ પર કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો પબ્લિક ફિગરના પ્રચારથી ગેરમાર્ગે દોરાયા હતા અને તેમને ભારે નુકસાન થયું હતું.

ડિજિટલ ઈન્ફ્લુએન્સર હર્ષ સાઈનું નામ પણ સામેલ આ સેલેબ્સમાં નિધિ અગ્રવાલ, મંચુ લક્ષ્મી, પ્રણિતા સુભાષ, શ્રીમુખી અને હર્ષ સાઈ અને યૂટ્યુબ ચેનલ લોકલ બોઈ નાની જેવા ડિજિટલ ઈન્ફ્લુએન્સરનો પણ સમાવેશ થાય છે.

હર્ષ સાઈ એક ફેમસ યૂટ્યુબર છે, તેના યૂટ્યુબ પર 1 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

ખાનગી તંત્રના અહેવાલ મુજબ, આ કેસમાં બે ટેલિવિઝન હોસ્ટ પણ સામેલ છે. આ કેસમાં, અધિકારીઓને શંકા છે કે આ પ્રમોશન દ્વારા મોટી રકમનું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે- ઘણી સેલિબ્રિટીઓ JUNGLI RUMMY, જીતવિન અને LOTTS365 જેવા ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મને પ્રમોટ કરે છે. બદલામાં, તેઓએ એન્ડોર્સમેન્ટ ફી અથવા સેલિબ્રિટી ફી લીધી હતી.

EDના અધિકારીઓને શંકા છે કે- આ પ્રમોશનલ પ્રવૃત્તિઓ દ્વારા મોટી માત્રામાં પૈસાની હેરફેર કરવામાં આવી હતી, જેમાં મની લોન્ડરિંગ સામેલ હોઈ શકે છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે- આમાંના કેટલાક સેલિબ્રિટીઓએ અગાઉ કહ્યું હતું કે તેઓ જાણતા નથી કે આ એપ્સ કેવી રીતે કાર્ય કરે છે. તેમણે કહ્યું હતું કે- તેમનો હેતુ ગેરકાયદેસર કંઈપણને પ્રોત્સાહન આપવાનો અથવા કોઈપણ પ્રકારની સટ્ટાબાજીમાં જોડાવાનો નથી. ED આગામી દિવસોમાં તેમાંથી કેટલાકના નિવેદનો નોંધી શકે છે. દરમિયાન, અધિકારીઓ વધુ FIR એકત્રિત કરી રહ્યા છે અને વધુ ફરિયાદીઓને શોધી રહ્યા છે જેમને આ બેટિંગ પ્લેટફોર્મ દ્વારા છેતરવામાં આવ્યા હોઈ શકે છે. આ પ્લેટફોર્મ્સમાંથી કેટલા પૈસા કમાયા અને દરેક સેલિબ્રિટીની ભૂમિકા શું હતી તે જાણવા માટે હાલમાં મોટી તપાસ ચાલી રહી છે. તેમના નિવેદનો નોંધાયા પછી જ તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે.

વિજય ગેરકાયદે બેટિંગ એપ પ્રમોટના આરોપોને નકારે છે એક્ટર વિજય દેવરાકોંડાએ A23 સાથેના તેમના જોડાણનો બચાવ કર્યો છે. ખાનગી તંત્રની માહિતી અનુસાર, તેમણે કહ્યું કે- તે એક કૌશલ્ય-આધારિત ગેમિંગ પ્લેટફોર્મ છે, ગેરકાયદેસર બેટિંગ એપ્લિકેશન નથી. તેમની ટીમે કહ્યું કે- સુપ્રીમ કોર્ટ દ્વારા રમીને સ્કિલ રમત માનવામાં આવી છે.

જૂન મહિનામાં વિજય દેવરાકોંડા પણ સમાચારમાં આવ્યો હતો.

જ્યારે, રાણા દગ્ગુબાતીએ જણાવ્યું હતું કે- ગેમિંગ એપ સાથેનો તેમનો કરાર 2017માં સમાપ્ત થયો હતો. પ્રમોશન ફક્ત કાયદેસર રીતે પરવાનગી આપેલા પ્રદેશો સુધી મર્યાદિત હતું. પ્રકાશ રાજે સ્વીકાર્યું કે- તેમણે 2016માં JUNGLI RUMMYનું પ્રમોશન કર્યું હતું. તેમણે કહ્યું, ‘તે કાયદેસર રીતે સાચું હતું પણ મારા નૈતિકતા સાથે મેળ ખાતું ન હતું.’

રાણા અને પ્રકાશ બંનેએ સાથે મળીને JUNGLI RUMMYની જાહેરાત કરી હતી. આ વીડિયો હજુ પણ યૂટ્યુબ પર પ્રસરી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IND vs PAKની રોમાંચક મેચ, Big Bએ નિરાશ થઈ બંધ કર્યું TV, ભારતે જીત મેળવતા Bollywodd સેલિબ્રિટીઓમાં જોવા મળી ખુશી

આ પણ વાંચો:પાકિસ્તાની ક્રિકેટરો, કલાકારો પછી હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પર ભારતની ડિજિટલ સ્ટ્રાઈક

આ પણ વાંચો:TikTok સ્ટાર ઇમશા રહેમાન પછી, પાકિસ્તાની ટીવી હોસ્ટ મથિરાનો પ્રાઇવેટ વીડિયો લીક