Kutch News/ નકલીનો વધ્યો કારોબાર, નખત્રાણામાં ઝડપાયું નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ

કચ્છમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. નખત્રાણા તાલુકાના કોટડામાં ઝેરોક્ષની દુકાનધરાવનાર યુવાન લોકોને નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપતો.

Top Stories Gujarat Others Breaking News

Kutch News: ચ્છમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. નખત્રાણા તાલુકાના કોટડામાં ઝેરોક્ષની દુકાનધરાવનાર યુવાન લોકોને નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપતો. પોલીસને આ નકલીના કારોબારની માહિતી મળતા તપાસ હાથ ધરી હતી. અને આ યુવાને અત્યાર સુધી 20 કરતાં પણ વધુ લોકોને નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યા હોવાનો ખુલાસો થયો. નકલી ડ્રાઈવિંગ લાયન્સ બનાવવાના ગુનામાં પોલીસે ઝેરોક્ષના માલિક 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી.

રાજ્યમાં નકલીનો કારોબાર વધ્યો છે. નકલી ટોલનાકુ, નકલી જજ, નકલી પીએમઓ અધિકારી, નકલી ડિગ્રી, નકલી ડોક્ટર અને વધુ એક નકલી ડ્રાઈવિંગ લાયસન્સનું કૌભાંડ. કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. નખત્રાણાના કોટડા ગામમાં આવેલ રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની કલર ઝેરોક્સની દુકાનમાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સનું કૌભાંડ થતું હોવાનો ઘટસ્ફોટ થયો. પોલીસે દુકાનના માલિક ૨૨ વર્ષીય આરોપી ભરત ખેતાલાલ મેરીયાની ધરપકડ કરી અને આરોપી પાસેથી ૧૦ નકલી ડ્રાઇવિંગ લાયસન્સો ઝડપ્યા.

નકલી કૌભાંડની તપાસમાં ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી કે તે રૂ. ૧ હજાર લઈને લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપતો હતો. પોલીસે આરોપી પાસેથી લેપટોપ જપ્ત કર્યું હતું. આ લેપટોપમાથી લાયસન્સની પીડીએફ ફાઇલોની ચકાસણી કરી. અને તેમાં અત્યાર સુધી આરોપીએ ૩૦ જટેલા નકલી લાયસન્સ બનાવ્યા હોવાની જાણકારી મળી. પોલીસે આરોપીની દુકાનમાંથી લેમિનેશન કવર, કોરા કાર્ડ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં નકલીનો વેપલો વધવા પાછળ સરકારી અધિકારીઓની રહેમનજર કે પછી કડક સજાનો અભાવ? આવ તત્વોને ડામવા જોઈએ અને વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી કાયદાનો ડર બતાવશે તો જ નકલી પર નિયંત્રણ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા કંડલા પોર્ટ ઓથોરિટીની કાર્યવાહી, 150 એકર જમીન પર બૂલડોઝર ફેરવાયું

આ પણ વાંચો:કંડલા પોર્ટને મેગા પોર્ટ બનાવવાનું લક્ષ્ય : કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ

આ પણ વાંચો:કચ્છના કંડલા પોર્ટ પર સર્જાઈ દુર્ઘટના, કંડલા પોર્ટ પર ઓપરેશન સમયે ક્રેન તૂટી, ક્રેનનો લિફ્ટિંગ બેલ્ટ તૂટેલા સર્જાઈ દુર્ઘટના, જેટી નંબર 6 પાસની ક્રેન નીચે પટકાઈ, સદનસીબે