- કોરોના ગાઈડલાઈન્સ તોડવામાં ભાજપના નેતાઓ અવ્વલ
ગુજરાત માં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ ટૂંકા ગાળામાં ગુજરાતના બે રાજ્યસભાના સાંસદનો કોરોનાએ કોળીયો કર્યો છે. છતાંય ભાજપના નેતાઓ ખુમારી ભેર અવારનવાર જાહેર માં વિના માસ્ક ફરતા જોવા મળે છે. ત્યાં સુધી તો બરાબર છે પણ વિના માંસકે ગરબે ઘૂમતા પણ નજર આવી રહ્યા છે.
દ્વારકા – દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળીયા ના મોવાણ ગામે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના દાંડીયા રાસમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીઓમાં સાસંદ સભ્ય પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડી રહ્યા છે. ખંભાળીયા ના મોવાણ ગામે ભીખુભાઇ ગોજીયા ના નિવાસ સ્થાને ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રીસેપ્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જ્યાં ગીતા રબારી ના તાલ સાથે રાસ લેવામાં ભાજપના સાસંદ પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા.
ભીખુભાઈ ગોજીયા સમર્થ ગ્રુપ ઓફ કંપનીના આંગણે મોવાણ ગામે યોજાયેલા ભવ્ય રીસેપ્શન પ્રોગ્રામમાં ગીતા રબારી જેવા કલાકારોએ રાસની રમઝટ બોલાવી હતી. કોરોના મહામારી વચ્ચે મોટી જન મેદની વચ્ચે નીતિ નિયમો નેવે મૂકીને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક લોકો માસ્ક વિના લગ્ન રીસેપ્શન માં નજરે પડ્યા તો ભાજપના સાંસદ પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા અને સ્ટેજ પર ઉભા નજરે પડ્યા હતા. ભવ્ય લગ્ન રીસેપ્શનમાં ગીતા રબારીના તાલ પર પૈસાનો વરસાદ પણ જોવા મળ્યો હતો. તો સાથે સામાજિક અંતર અને નિયમોના ધજાગરા ઉડ્યા હતા.
નોધનીય છે કે, હાલમાં જ એક લગ્ન સમારંભ માં ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા પણ વિના માસ્ક ગરબે ઘૂમતા નજરે ચઢ્યા હતા. જયારે આજ રોજ કાંતિ ગામીતની પોતાની પુત્રીના લગ્નમાં 6000 જેટલા લોકોને એકઠા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
તો ભાજપના નેતાઓએ વધારે દુર જવાની જરૂર નથી હાલમાં જ ગુજરાતે પોતાના બે રાજ્યસભાના સાંસદ કોરોના ને કરને ગુમાવ્ય છે. ભાજપના દિગ્ગજ એવા દિવંગત નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભાઈ ભારદ્વાજ કે જેમના અસ્થિની હજુ રાખ પણ ઠંડી નથી થઈ. તો કોંગ્રેસના દિગ્ગજ એવા અહમદભાઈ પટેલનું પણ હાલ માં જ કોરોનાએ કોળીયો કર્યો છે. છતાય આ નેતાઓ સમાજમાં દાખલો બેસાડવાને બદલે પોતે જ કોરોના ગાઈડલાઈન્સ નો સરેજાહેર ભંગ કરતા જોવા મળી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
