@દિવ્યેશ પરમાર
સુરતમાં ગોડાદરા વિસ્તાર માં ચોંકાવનારી ઘટના સામે આવી હતી.જ્યાં ધોરણ 8 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ચાલુ કલાસે અચાનક બેભાન થઈ ઢળી પડી હતી.શાળા પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી.જ્યાં ફરજ પર ના તબીબે વિદ્યાર્થીની ને મૃત જાહેર કરી હતી
સુરતમાં રહસ્ય મય સંજોગો માં.લોકો ના મોત થવાની ઘટના સતત બની રહી છે.યુવાનો ,વૃધ્ધો અને હવે બાળકો પણ.નથી બચ્યા તેવી જ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં બની છે ગોડાદરા વિસ્તારમાં આવેલી ગીતાંજલી શાળામાં ચાલુ ક્લાસ હતો શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા તે દરમિયાન આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની અચાનક જ બેન્ચ પરથી નીચે ઢળી પડી હતી.
તાત્કાલિક જ શિક્ષકે વિદ્યાર્થીને તપાસતા બેભાન હાલતમાં જોવા મળી હતી તાત્કાલિક જ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે વિદ્યાર્થીને તપાસી મૃત જાહેર કરી હતી ઘટનાને પગલે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થતા સમગ્ર વર્ગખંડમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કારણ કે આ પ્રકારની ઘટના બનતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા આ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી રહસ્યમય રીતે વિદ્યાર્થીની નું મોત થતા વિદ્યાર્થીની લાશ પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે વિદ્યાર્થીના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે.
આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી
આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી
