Stock Market/ શેરબજારમાં આજે સેન્સેક્સ અને  નિફ્ટીમાં થયો ઘટાડો, અદાણીના શેરોમાં ઉછાળો

આજે શેરબજારની સુસ્તી સાથે શરૂઆત થઈ પરંતુ અદાણીના શેરોમાં વધારો જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણય પહેલા ગ્રુપના તમામ શેરના ભાવ વધી ગયા છે.

Top Stories India

આજે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળાઈ સાથે લાલ રંગમાં થઈ છે.  બજાર શરૂઆતના સમયે સેન્સેક્સ 230 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટીમાં પણ 21600ની નજીકના લેવલ જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચીનના ડેટા આવ્યા છે, જે બાદ ભારતીય બજારમાં મેટલ શેરો પર નેગેટિવ અસર જોવા મળી રહી છે અને મોટા ભાગના મેટલ સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકન માર્કેટમાં નાસ્ડેકમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે આજે ભારતીય બજારમાં આઈટી શેરોમાં નબળાઈનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 59.86 પોઈન્ટ ઘટીને 71,832 ના સ્તર પર ખુલ્યો. એનએસઈનો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 4.70 અંક વધીને 21,661 ના સ્તર પર ખુલ્યો છે. શરૂઆતની મિનિટમાં જ સેન્સેક્સ 237 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને બજાર ખુલ્યાની પાંચ મિનિટમાં જ તે 49.15 પોઈન્ટ ઘટીને 21,616ના સ્તરે પહોંચી ગયો હતો.

બેંક નિફ્ટીની એક્સપાયરી બુધવારથી શરૂ થઈ ગઈ છે અને આ સીરિઝનો આજે પહેલો બુધવાર છે. જેના કારણે બેંક શેરોમાં કોઈ ખાસ હલચલ નથી અને તેઓ મિશ્ર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 12માં વધારો અને 18માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 16 વધી રહ્યા છે અને 34 ઘટી રહ્યા છે. માર્કેટમાં વધતા અને ઘટતા શેરની વાત કરીએ તો ઓપનિંગ સમયે 1500 શેર ઉછાળા સાથે અને 600 શેર ઘટવાની સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આજે પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 58.30 પોઈન્ટ ઘટીને 71834 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 1.50 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 21664 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

આજે શેરબજારની સુસ્તી સાથે શરૂઆત થઈ પરંતુ અદાણીના શેરોમાં વધારો જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણય પહેલા ગ્રુપના તમામ શેરના ભાવ વધી ગયા છે. અદાણીના ઘણા શેરના ભાવ શરૂઆતના કારોબારમાં 10 થી 13 ટકાનો વધારો દર્શાવે છે. અદાણી ગ્રુપના તમામ 10 શેરોએ આજે ​​ઉછાળા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી છે.