કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવાયા પછી, સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક સૈન્ય બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 1 મહિનાથી પણ વધારે સમય વિતીગયો છે અને કોઇ પણ મોટી દુર્ધટના કે આતંકી વારદાદ બનવા પામી નથી. કલમ 370 હટી ગઇ, અવલગાવ વાદીઓ નજરબંદ છે, આતંકીએ સરહદ પાર કરવામાં સફળ નથી રહી શકતા, સેનાની કાશ્મીરમાં હાજરી છે અને સરકાર કઇ અનઇચ્છનીય સાંખી લેવાનાં બીલકુલ મુડમાં ન હોવાનું પારખી ગયેલા આતંકીએ હવે રઘવાયા બન્યા છે.
રધવાયા બનેલા આતંકીએ હવે રીત રસની સડકછાપ લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હોય, તેમ છુટક-છુટક હુમલાઓ કરી સામાન્ય કાશ્મીરીઓને જ નીશાન બનાવી રહ્યા છે. કાશ્મીર ઝોનસ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાશ્મીરનાં સોપોરનાં ડેન્જરપોરા ખાતે આતંકવાદીઓએ એક માસુમ બાળકી જેનું નામ ઉસ્મા જાન છે તે સહિત ચાર લોકોને ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગમાં ઘાયલ તમામ લોકોની મદદમાં સેના તુરંતમાં જ પહોંચી ગઇ હતી અને તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તેઓ સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે. પોલીસ અને સેના દ્રારા સ્થળ ઉપર અને આસપાસ તપાસ ચાલુ છે.
ત્યારે આવી સકડછાપ લુખ્ખાગીરી ઉપર ઉતરી આવેલા આતંકીએનો સારો ચહેરો હવે ધીમે ધીમે કાશ્મીરીઓની સામે આવી રહ્યો છે.
Kashmir Zone Police: Terrorists fired and injured four persons including a baby girl ( Usma Jan) at Dangerpora in Sopore. All injured shifted to the hospital and stated to be stable. Police on the spot and investigation in progress. #JammuAndKashmir pic.twitter.com/9UFBWjucz1
— ANI (@ANI) September 7, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
