Not Set/ દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓમાં રહેતાં 65 લાખ નાગરિકો પર જીતનો મદાર

દિલ્હી, 12 મેના રોજ દિલ્હીમાં સાત બેઠકો પર લોકસભા ચૂંટણી યોજાઈ ગઇ અને એવરેજ 60.10% જેટલુ મતદાન થયું.દેશની રાજધાની એવા દિલ્હી શહેરમાં 1.36 કરોડ મતદાતાઓ છે અને જોવાની વાત એ છે કે અહીં ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લાખો મતદાતાઓ નક્કી કરે છે કે લોકસભામાં કોણ તેમનું પ્રતિનિધીત્વ કરશે. મંતવ્ય ન્યુઝની ટીમે દિલ્હી પહોંચીને પાટનગરના મતદાતાઓના ટ્રેન્ડ વિશે જાણવા […]

Top Stories India

દિલ્હી,

12 મેના રોજ દિલ્હીમાં સાત બેઠકો પર લોકસભા ચૂંટણી યોજાઈ ગઇ અને એવરેજ 60.10% જેટલુ મતદાન થયું.દેશની રાજધાની એવા દિલ્હી શહેરમાં 1.36 કરોડ મતદાતાઓ છે અને જોવાની વાત એ છે કે અહીં ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લાખો મતદાતાઓ નક્કી કરે છે કે લોકસભામાં કોણ તેમનું પ્રતિનિધીત્વ કરશે.

મંતવ્ય ન્યુઝની ટીમે દિલ્હી પહોંચીને પાટનગરના મતદાતાઓના ટ્રેન્ડ વિશે જાણવા પ્રયત્ન કર્યો તો ચોંકાવનારો ખુલાસો જાણવા મળ્યો.દિલ્હીની સાત લોકસભા બેઠકો પૈકી પાંચ લોકસભા બેઠકો પર ગેરકાયદે કોલોનીઓમાં રહેતા 65 લાખ નાગરિકોનું પ્રભુત્વ છે.આ નાગરિકો લોકસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરે છે.

રાજકીય ગતિવીધીઓનું કેન્દ્ર ગણાતા દિલ્હીમાં હાલ 1800થી વધુ ગેરકાયદે કોલોનીઓ છે. આ એવી કોલોનીઓ છે જેમાં દિલ્હી બહારથી આવેલા અન્ય રાજ્યોના લોકો વસવાટ કરે છે. આ કોલોનીઓમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડના લોકો વસે છે. નવી દિલ્હી અને ચાંદનીચોકને બાદ કરતા તમામ પાંચ બેઠકો પર આ ગેરકાયદે કોલોનીઓના મતદાતાઓનું પ્રભુત્વ છે.

આ કોલોનીઓમાં હાલ પીવાનું પાણી,ગંદા પાણીનો યોગ્ય નિકાલ, કાચા રસ્તા અને સફાઈ કામગીરી સહિતની સમસ્યાઓ છે. પ્રત્યેક રાજકીય પક્ષ ચૂંટણી સમયે આ ગેરકાયદે કોલોનીઓમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાથી માંડીને કોલોનીઓને મંજૂરી આપીને કાયદેસર કરી આપવાની ખાતરી આપે છે,પરંતુ અત્યારસુધીમાં માત્ર 800 જેટલી કોલોનીઓ જ કાયદેસર થઈ શકી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે વર્ષ 2008માં  કોલોનીઓના મુદ્દે જ દિલ્હીનું રાજકારણ ગરમાયુ હતુ કારણ કે વિધાનસભા ચૂંટણી પહેલા જ સોનિયા ગાંધીએ 893 કોલોનીઓને નિયમિત કરતા પ્રમાણપત્રોનું વિતરણ કરી દીધુ હતુ. એ વખતે શીલા દિક્ષીત સરકારને આ વિતરણ સમારોહથી લાભ પણ મળ્યો હતો,પરંતુ બાદમાં કોલોનીઓને કાયદેસર નહી કરવાના કારણે જ શીલા સરકારને ચૂંટણીમાં નુકસાન વેઠવું પડ્યુ હતુ.

લોકસભા ચૂંટણીના ઉમેદવારોની નજર ગેરકાયદે કોલોનીઓમાં રહેતા મતદાતાઓ પર ઠરેલી છે કારણ કે આ જ કોલોનીઓના મતદાતાઓ પર ઉમેદવારોની હાર-જીતનો મદાર રહેલો છે. દર વખતે ચૂંટણી સમયે આ કોલોનીઓમાં રેકોર્ડ મતદાન થાય છે ત્યારે રાજકીય મજબુરીને કારણે વધી રહેલી ગેરકાયદે કોલોનીઓનુ મહત્વ સમજી રહેલા રાજકીય પક્ષો આ કોલોનીઓને કાયદેસર ક્યારે કરશે તેની કોલોનીઓના મતદાતાઓ કાગડોળે રાહ જોઇ રહ્યા છે.