સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ દરેક રાજનીતિક પાર્ટીઓ તેનો ખુલીને વિરોધ કરી રહી છે. તેટલુ જ નહી ખુદ ભાજપ પક્ષ પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં આ નિવેદનથી કિનારો કરી ચુકી છે. જો કે ચારેદિશાથી વધી રહેલા દબાવનાં કારણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેના નિવેદન પર માંફી માંગી દીધી છે. તેના માંફી માંગ્યા બાદ ભાજપએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હવે એક ભાજપનાં જ સાંસદ નલિન કુમારે પ્રજ્ઞાનાં સમર્થનમાં કૂદી એક નવો વિવાદ સર્જ્યો છે.

ભાજપનાં સાંસદ નલિન કુમારે એક મોટુ નિવેદન આપતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તુલના મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે સાથે કરી છે. તેમણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં નાથૂરામ ગોડસે પર આપેલા નિવેદનનું સમર્થન કરતા કહ્યુ કે, નાથૂરામ ગોડસે એ એક વ્યક્તિને માર્યા હતા, જ્યારે રાજીવ ગાંધીએ 17 હજાર લોકોને માર્યા હતા.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન પર માંગી માંફી
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદનમાં ગાંધીજીની હત્યા કરનાર ગોડસેને દેશ ભક્ત કહ્યો હતો. સાથે તેણે કહ્યુ કે, દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. તેમને હિંન્દુ આતંકવાદી કહેનાર પોતાની અંદર ઝાંખીને જુએ. આ નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માંફી માંગતા કહ્યુ કે, હુ મારા નાથૂરામ ગોડસે પર આપવામાં આવેલા મારા નિવેદન માટે દેશની જનતા સમક્ષ માંફી માંગુ છુ. મારુ નિવેદન એકદમ ખોટુ હતુ. હુ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું બહુ સમ્માન કરુ છુ.
Pragya Thakur apologises for 'Godse true patriot' remark, says Mahatma Gandhi's sacrifice cannot be forgotten
Read @ANI Story | https://t.co/tF8eICkppc pic.twitter.com/QqHwLbHodL
— ANI Digital (@ani_digital) May 16, 2019
પોતાના નિવેદન પર માંફી સાધ્વીએ કોઇ દબાવથી આપી કે પછી તે હવે પોતાના નિવેદનને ખોટુ માની રહી છે, તે હવે જોવુ રહ્યુ.
