Covid-19/ મહારાષ્ટ્રનાં આ વિસ્તારમાં કોરોનાનાં કેસ વધતા લોકડાઉન

કોરોના સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રનાં અમરાવતીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

India
  • મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરીથી લોકડાઉન
  • કોવિડ-19 કેસ વધતા લેવાયો નિર્ણય
  • શનિવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન અમલી
  • યવતમાલમાં પણ અમુક નિયંત્રણો લગાવાયા
  • 28 ફેબ્રુઆરી સુધી સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે

કોરોના સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રનાં અમરાવતીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે આ અંગેની જાહેરાત કરતા અમરાવતીનાં ડીએમએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન બજારો અને અન્ય મથકો બંધ રહેશે. જો કે, આવશ્યક સેવાઓ પર અસરકારક રહેશે નહીં. વળી યવતમાલમાં લોકડાઉન લાદવામાં આવ્યો નથી, પરંતુ ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

Political / પુડ્ડુચેરી કોંગ્રેસમાં રાજકીય સંકટ, ઉપરાજ્યપાલે 22 ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરવાનો આપ્યો આદેશ

અમરાવતી જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેશ નવલે જણાવ્યું હતું કે, અઢવાડિયાનાં બાકી દિવસો હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિત રાત્રિનાં આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અગાઉ તે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા. તેમણે કહ્યું, ‘કોવિડ-19 કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મેં સપ્તાહનાં અંતમાં જિલ્લામાં લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. હું લોકોને આગ્રહ કરું છું કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનાં કડક લોકડાઉન ન થાય તે માટે કોવિડ સંબંધી યોગ્ય વ્યવહારનું પાલન કરો.” લોકડાઉન દરમિયાન અઢવાડિયાનાં અંતમાં બધા બજારો અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે.” સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર રમતો પણ બંધ રહેશે, જ્યારે ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત પાંચ લોકોને જ મંજૂરી છે.”

Covid-19 / શું હવે થોડા દિવસોનો મહેમાન છે કોરોના? જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

યવતમાલ જિલ્લાની શાળા-કોલેજો 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. રેસ્ટોરન્ટ્સ, ફંક્શન હોલ અને લગ્ન સમારોહમાં ક્ષમતાથી 50 ટકા જેટલા લોકો એકઠા થઈ શકે છે. આ સિવાય 5 કે તેથી વધુ લોકો અન્ય સ્થળોએ એકઠા થઈ શકશે નહી. યવતમાલનાં જિલ્લા કલેકટર એમ.ડી.સિંહે જણાવ્યું હતું કે, કોરોનાનાં વધતા જતા કેસોને કારણે યવતમાલમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. આ કોઈ લોકડાઉન નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ