Not Set/ વર્લ્ડ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટમાં ભારતનો 23 સ્થાનનો કુદકો : મેળવ્યું 77મુ સ્થાન

વર્લ્ડ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલેકે ધંધો કરવાની સરળતા બાબતે વિશ્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં, ભારતે 23 સ્થાનનો કૂદકો લગાવતા સમગ્ર વિશ્વના 190 દેશોમાંથી 77મુ સ્થાન મેળવ્યું છે. સતત બીજા વર્ષે એકમાત્ર ભારત સૌથી વધારે સુધારક દેશોમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે પણ, ભારતે 30 સ્થાનનો કૂદકો લગાવતા 100મુ સ્થાન હાંસલ કર્યું હતું. આ […]

Top Stories India

વર્લ્ડ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલેકે ધંધો કરવાની સરળતા બાબતે વિશ્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં, ભારતે 23 સ્થાનનો કૂદકો લગાવતા સમગ્ર વિશ્વના 190 દેશોમાંથી 77મુ સ્થાન મેળવ્યું છે. સતત બીજા વર્ષે એકમાત્ર ભારત સૌથી વધારે સુધારક દેશોમાં સ્થાન મેળવ્યું છે.

ગયા વર્ષે પણ, ભારતે 30 સ્થાનનો કૂદકો લગાવતા 100મુ સ્થાન હાંસલ કર્યું હતું. આ સર્વેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સકારાત્મક તસ્વીર બનાવવામાં ઘણો ફાયદો મળશે.

mantavyanews.com

આ બાબતે વર્લ્ડ બેંક દ્વારા જણાવાયું  કે, બિઝનેસ શરુ કરવા માટેની પરવાનગીના ઘણા ફોર્મના એકીકરણ અને જીએસટીના કારણે ઘણું સરળ થઇ ગયું છે. ઉપરાંત વીજળી મેળવવાનું પણ સરળ અને ઝડપી થઇ ગયું છે અને ટેક્સ ચુકવણી પણ સરળ બનાવી દેવામાં આવી છે.

એક રિપોર્ટ મુજબ 2020 સુધીમાં ભારત 30મુ સ્થાન હાંસલ કરી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, દિલ્હીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ અને મુંબઈમાં ઓનલાઇન બિલ્ડીંગ પરમિટ સિસ્ટમના કારણે બાંધકામની પ્રક્રિયા ઘણી સરળ થઇ ગઈ છે. ભારતે પોર્ટ સંશાધનોમાં રોકાણ કર્યું, મેનેજમેન્ટને મજબૂત બનાવ્યું અને ડિજિટલ ક્રાંતિનો ઘણો લાભ મેળવ્યો.

આ રિપોર્ટ કોર્પોરેટ વકીલો સાથેના ઇન્ટરવ્યૂ, દિલ્હી અને મુંબઈના વિવિધ કંપની એક્ઝિક્યુટિવ  સાથેની વાતચીત અને ફિલ્ડ સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.