Banaskantha News: બનાસકાંઠા (Banaskantha)નાં ડીસા (Deesa)માં ફટાકડાની ફેક્ટરી(Factory)માં આગ લાગવાથી 21 લોકોના મોત થયા હતા. ફેક્ટરીના માલિક દીપક સિંધી (Dipak Sindhi)ની પૂછપરછ કરતા ખુલાસો થયો છે કે તે ભાજપનો કાર્યકર્તા છે. લોકોનું માનવું છે કે આ કારણથી ડીસા GIDCમાં છેલ્લા 18 વર્ષથી તેમની ગેરકાયદેસર ફટાકડા (Firecrackers)ની ફેક્ટરી ચાલી રહી હોવા છતાં પોલીસ કે અન્ય અધિકારીઓએ કોઈ પગલાં લીધા નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર દીપક સિંધી ડીસા (Deesa) શહેર યુવા ભાજપમાં મંત્રી છે અને ભૂતકાળમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. ડીસા (Deesa)માં નિયમિતપણે ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપતો દીપક, ભાજપના નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવતો હતો. દીપક સિંધીને ફટાકડા સંગ્રહવા માટે ગોદામ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. ડિસેમ્બર 2024 માં લાયસન્સ સમાપ્ત થયા પછી રિન્યૂ પણ કરવામાં આવ્યું ન હતું. FSL રિપોર્ટમાં ફેક્ટરીના સ્થળે એલ્યુમિનિયમ પાવડરની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે. ફટાકડા (Firecrackers) બનાવવામાં એલ્યુમિનિયમ પાવડરનો ઉપયોગ થાય છે. આ ફેક્ટરી (Firecrackers) ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાથી, ફેક્ટરીના શટર બંધ રાખવામાં આવ્યા હતા જેના કારણે વિસ્ફોટ પછી કામદારો બહાર નીકળી શક્યા ન હતા.

દીપક પોતાના ફટાકડા (Firecrackers) વેચવા માટે નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરતો હતો. દીપક મુલાણી, જે દીપક ટ્રેડર્સના નામે બજારમાં ફટાકડા વેચતો હતો, તે મોદી બ્રાન્ડના ફટાકડા (Firecrackers) પર મોદીનો ફોટો ચોંટાડીને વેચતો હતો. ફેક્ટરીમાં વિસ્ફોટ પછી, પોલીસને બાજુના વેરહાઉસમાંથી મોટી સંખ્યામાં ફટાકડા પેકિંગ રેપર મળી આવ્યા. આ રેપર પર મોદી બ્રાન્ડની સાથે મોદીનો ફોટો પણ છપાયેલો છે. ડીસા ફટાકડા (Firecrackers)ના ગોદામમાં થયેલા વિસ્ફોટ (Blast) અને રાજ્યમાં ખળભળાટ મચાવનારા 21 કામદારોના મોતના કેસમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
આ પણ વાંચો:ડીસા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 18 મૃતકોના એક સાથે અંતિમ સંસ્કાર
આ પણ વાંચો:ડીસા અગ્નિકાંડ મુદ્દે કરાઈ SITની રચના, આ ટીમને અપાઈ જવાબદારી
આ પણ વાંચો:ડીસા અગ્નિકાંડ: ગોડાઉનના માલિક ખૂબચંદ અને પુત્ર દીપક સામે માનવ વધનો ગુનો દાખલ
