Not Set/ NDAથી નારાજ શિવસેના પ્રમુખને રાહુલ ગાંધીએ જન્મદિવસની આપી શુભકામનાઓ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી NDA ગઠબંધન અને મહારાષ્ટ્ર સરકારમાં સાથી શિવસેના દ્વારા ભાજપ સાથે મતભેદો ચાલી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં જ લોકસભામાં મોદી સરકાર વિરુધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં પણ વોકઆઉટ કર્યું હતું. જો કે આ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી છે. શિવસેના પ્રમુખને શુભકામનાઓ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી NDA ગઠબંધન અને મહારાષ્ટ્ર સરકારમાં સાથી શિવસેના દ્વારા ભાજપ સાથે મતભેદો ચાલી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં જ લોકસભામાં મોદી સરકાર વિરુધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં પણ વોકઆઉટ કર્યું હતું. જો કે આ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી છે.

શિવસેના પ્રમુખને શુભકામનાઓ આપતા રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને ખુશી માટે પ્રાર્થના કરી છે. આ પહેલા લોકસભામાં રાહુલ ગાંધીના ચર્ચિત ભાષણઅને પીએમ મોદીના ગળે લગાવવા અંગે શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષની પ્રશંસા કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા જણાવ્યું, “ઉદ્ધવ ઠાકરે જીને જન્મદિવસની શુભેચ્છા. હું તેઓની સારી તબિયત અને ખુશી માટે હંમેશા કામના કરું છું”.

જો કે બીજી બાજુ રાહુલ ગાંધીની આ શુભેચ્છાઓ અંગે રાજકારણમાં અનેક સમીકરણો પણ સામે આવી રહ્યા છે. કારણ કે ભાજપ દ્વારા હાલમાં જ ઘોષણા કરવામાં આવી છે કે આગામી ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય સુધી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આલોચના કરવાવાળી શિવસેના હાલના દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ અંગે નરમ વલણ અપનાવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને NDA ગઠબંધનથી નારાજ ચાલી રહેલી શિવસેના રાહુલ ગાંધીની પ્રશંસા કરતા જોવામાં આવી રહ્યા છે. આ પહેલા સંસદમાં રાહુલ ગાંધીના ભાષણની પ્રશંસા કરી હતી. આ અંગે જણાવતા પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, “રાહુલે પોતાના ભાષણમાં ભાજપને એક ઝટકો આપ્યો છે”.