Ahmedabad News/ WhatsApp સ્ટેટસ જોઈ પુત્ર ગભરાયો, પોલીસે 20 મિનિટમાં શોધી કાઢી માતા

નરોડામાં મહિલાએ આત્મહત્યા (Suicide) માટે ઘર છોડ્યું, પરંતુ WhatsApp સ્ટેટસથી એલર્ટ મળતા પોલીસે માત્ર 20 મિનિટમાં શોધી જીવ બચાવ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Suicide પહેલા જ બચાવી લીધી! નરોડામાં પોલીસની ઝડપી કાર્યવાહી

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જે માનવતા, સંવેદનશીલતા અને પોલીસની ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આત્મહત્યા (Suicide)ના ગંભીર વિચાર સુધી પહોંચી ગયેલી એક મહિલાને પોલીસે માત્ર 20 મિનિટમાં શોધી કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

નાની બોલાચાલી બની મોટું કારણ

હંસપુરા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા ગૃહઉદ્યોગ ચલાવે છે. પરિવાર સામાન્ય જીવન જીવતો હતો, પતિ નોકરી કરે છે અને પુત્ર રાત્રે કામ પર જાય છે. પરંતુ ગઈકાલે જમવાનું બનાવવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ, જે મહિલાના મન પર ભારે પડી અને તેઓ ભાવનાત્મક રીતે તૂટી પડી.

WhatsApp સ્ટેટસ બન્યું એલર્ટ

મહિલાએ ઉતાવળમાં આત્મહત્યા (Suicide) કરવાનો નિર્ણય લઈ ઘર છોડ્યું. જતાં પહેલાં તેમણે WhatsApp પર “SORRY EVERYONE ND GOOD BY” અને “BYE BETA MISS U, KHUSH REJE, MANE MAF KARJE” જેવા મેસેજ મૂક્યા.
આ સ્ટેટસ પરિવાર માટે ચેતવણી સાબિત થયું.

suicide
suicide

Suicide માટે ઘરેથી નીકળેલી મહિલા પોલીસને 20 મિનિટમાં મળી 

પુત્રે સ્ટેટસ જોતા જ પિતાને જાણ કરી અને તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં સંપર્ક કર્યો. ઘટના ગંભીર હોવાથી નરોડા પોલીસ તરત હરકતમાં આવી.પીઆઈ સી.વી. નાયકના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ જીગ્નેશ મોદી, અશોકભાઈ અને સુમીતભાઈએ ટેકનિકલ સર્વેલન્સથી મહિલાનું મોબાઇલ લોકેશન ટ્રેસ કર્યું.

મંદિરે મળી મહિલા, પુત્રને જોઈ બેભાન

મહિલા પહેલા ખોડીયાર માતાના મંદિરે ગઈ હતી અને પછી અંબેમાતા મંદિરે બેઠી હતી. પોલીસ અને પરિવાર ત્યાં પહોંચતા જ મહિલાએ પોતાના પુત્રને જોયા બાદ બેભાન થઈ ગઈ.

સમયસર સારવારથી બચ્યો જીવ

પોલીસે તરત જ પ્રાથમિક સારવાર આપી અને નજીકની હોસ્પિટલમાં ખસેડી. ડૉક્ટરોની સમયસર સારવારથી મહિલાની સ્થિતિ સ્થિર થઈ ગઈ. હોશમાં આવ્યા બાદ પોલીસે મહિલાને સમજાવી આત્મહત્યા જેવા વિચારોમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. આખરે પરિવાર વચ્ચે સમાધાન થયું અને પરિસ્થિતિ સામાન્ય બની.


આ પણ વાંચો:અમદાવાદમાં નિવૃત્ત PIનો આપઘાત, પરિવારના ત્રાસનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદના આધેડનો પાલિતાણા પોલીસ સ્ટેશનમાં આપઘાત, આરતીમાં બોલીની રકમ ન ચુકવતા પોલીસમાં અરજી થઈ હતી

આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત