Bhavnagar News : ભાવનગરના પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અમદાવાદના એક આધેડે આપઘાત કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં તપાસ માટે લવાયેલા આધેડે ટોઈલેટમાં જઈને ઝ્રી દવા પી લીધી હતી. 53 વર્ષના યોગેશભાઈ નામના આધેડે દવા પી લેતા તે પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં યોગેશભાઈએ શેત્રુંજય ડુંગર પર આરતી માટે 11 લાખની બોલીની રકમ લગાવી હોવાનું બહાર આવ્યું હતું. પરુંત આ રકમ ન ચુકવાતા યોગેશભાઈ વિરૂધ્ધ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ હતી.
યોગેશભાઈને સારવાર અર્થે પાલિતાણા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમની તબિયત વધુ લથડતા તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. બાદમાંતેમના મડતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલમાં મોકલવામાંઆવ્યો હતો. તપાસ માટે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનનમાં પોલીસ ઈન્સ્પેક્ટર ભાવનગર પહોંચ્યા છે.
આ અંગે મળેલી માહિતી મુજબ મુળ અમદાવાદના રહેવાસી યોગેશભાઈ દેવચંદભાઈ ડેઢિયાએ 27 નવેમ્બર 2025ના રોજ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. તેમણે અગાઉ શેત્રુંજય ડુંગર પર થતી આરતીમાં ઘીના ઘડા ની બોલી લગાવી હતી. જેમાં યોગેશભાઈને આણંદજી કલ્યાણજી પેઢીમાં 11 લાખ જેટલી રકમ જમા કરાવવાની હતી. જોકે તેમણે આ રકમ જમા કરાવી ન હતી.
આથી આણંદજી કલ્યાણજી પેઢીએ યોગેશભાઈ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ અરજીની તપાસ માટે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈને બોલાવાયા હતા. બીજીતરફ યોગેશભાઈએ પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં જઈને ઝેરી દવા પી લેતા તે ઢળી પડ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું.

