Not Set/ રાજકોટ શહેર કોંગ્રેસમાં ભંગાણ, કાશ્મીરા નથવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા

રાજકોટ, ચૂંટણીઓના પડઘમ વાગ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં પાટલી બદલવાની મોસમ પમ પુરજોશમાં ખીલી છે.રાજકોટ શહેર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે અને શહેરના જાણીતા કોંગ્રેસ નેતા કાશ્મીરા નથવાણી પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.રાજકોટ લોહાણા સમાજના આગેવાન કાશ્મીરા નથવાણી કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો ધરાવતા હતા અને ટીકીટ માટેના પણ દાવેદાર ગણાતા હતા.હજુ હમણાં જ કોંગ્રેસ સાથે […]

Gujarat

રાજકોટ,

ચૂંટણીઓના પડઘમ વાગ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં પાટલી બદલવાની મોસમ પમ પુરજોશમાં ખીલી છે.રાજકોટ શહેર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે અને શહેરના જાણીતા કોંગ્રેસ નેતા કાશ્મીરા નથવાણી પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.રાજકોટ લોહાણા સમાજના આગેવાન કાશ્મીરા નથવાણી કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો ધરાવતા હતા અને ટીકીટ માટેના પણ દાવેદાર ગણાતા હતા.હજુ હમણાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુકેલા શંકરસિંહ વાઘેલાના ટેકેદાર ગણાંતા કાશ્મીરા નથવાણીનું કોંગ્રેસ છોડવું નિશ્ચિત મનાતું હતું.

ઉલ્લેખનીય છે કે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે રાજકોટ પ્રવાસે આવ્યા હતા ત્યારે જ કાશ્મીરા નથવાણીએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો.