Gujarat News/ ગુજરાતમાં હાર્ટ એટેકથી 3,253 મોત: NCRBના આંકડાઓએ વધારી ચિંતા, યુવાનો માટે એલર્ટ

ગુજરાતમાં 2024 દરમિયાન હાર્ટ એટેક (Gujarat Heart Attack)થી 3,253 લોકોનાં મોત થયા હોવાનું NCRBના આંકડાઓમાં સામે આવ્યું છે. ડૉક્ટરો યુવાનોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Gujarat Heart Attackથી હજારો મોત, NCRBના આંકડા ચોંકાવનારા

Gujarat News: ગુજરાતમાં હાર્ટ એટેક (Gujarat Heart Attack)ના વધતા કેસો હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા 2024ના તાજા આંકડા અનુસાર, રાજ્યમાં ગયા વર્ષે હાર્ટ એટેકના કારણે કુલ 3,253 લોકોનાં મોત નોંધાયા છે.

દેશભરના આંકડાઓમાં મહારાષ્ટ્ર અને કેરળ બાદ ગુજરાત પણ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ થયું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બદલાતી જીવનશૈલી, વધતો તણાવ, અનિયમિત ખોરાક અને વ્યાયામનો અભાવ હાર્ટ એટેકના કેસોમાં વધારો કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર એકલા 14,874 મૃત્યુ સાથે યાદીમાં ટોચ પર છે. કેરળ 5,015 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ગુજરાતમાં 3,253 મૃત્યુ નોંધાયા છે, અને કર્ણાટકમાં 2,568 મૃત્યુ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં 2,115 મૃત્યુ નોંધાયા છે, જ્યારે તમિલનાડુમાં 1,606 અને રાજસ્થાનમાં 1,604 મૃત્યુ નોંધાયા છે. હરિયાણામાં1,564, પંજાબમાં1,050,જ્યારે ઉત્તર પ્રદેશમાં 972 મૃત્યુ સાથે દસમા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે હૃદયરોગ હવે એક ગંભીર રાષ્ટ્રીય કટોકટી બની ગયો છે.

યુવાનોમાં વધતો ખતરો

ખાસ કરીને 30થી 50 વર્ષની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. કામનો તણાવ, લાંબા કલાકો સુધી બેસીને કામ કરવું, જંક ફૂડ અને ઊંઘનો અભાવ દિલની બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે.ડૉક્ટરોનું કહેવું છે કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક પરસેવો આવવો, વધારે થાક લાગવો અને હાથ કે જડબામાં દુખાવો જેવા લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

ગુજરાતમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેક (Gujarat Heart Attack)ના કેસ?

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટાપાના કેસોમાં વધારો હાર્ટ એટેક (Gujarat Heart Attack) પાછળનું મુખ્ય કારણ બની રહ્યો છે. સાથે જ ધુમ્રપાન, ફાસ્ટ ફૂડ અને શારીરિક કસરતનો અભાવ પણ જોખમ વધારી રહ્યા છે. શહેરોમાં વધતી ભાગદોડ અને માનસિક તણાવ પણ દિલ પર ખરાબ અસર કરી રહ્યા છે. ઘણા લોકો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા નથી, જેના કારણે સમસ્યા ગંભીર બનતી જાય છે.

હાર્ટ એટેક (Gujarat Heart Attack)થી બચવા માટે શું કરવું?

ડૉક્ટરો સલાહ આપે છે કે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.

દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું

જંક ફૂડ અને તેલિયું ખાવાનું ઓછું કરવું

ધુમ્રપાન અને દારૂથી દૂર રહેવું

સમયસર બ્લડ પ્રેશર અને શુગર ચેક કરાવવી

તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાન કરવું

સમયસર સાવચેતી અને યોગ્ય સારવારથી હાર્ટ એટેકના જોખમને ઘણો ઓછો કરી શકાય છે.


આ પણ વાંચો:ગુજરાતમાં હાર્ટ એટેકથી બે લોકોના ધબકારા બંધ થયા

આ પણ વાંચો:ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, 35 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક પોલીસ અધિકારીનું થયું હાર્ટ એટેકથી નિધન