IPL 2026 : Hardik Pandya અને Mumbai Indians વચ્ચેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે. IPL 2026માં Royal Challengers Bengaluru સામેની હાર બાદ Instagram પર થયેલી એક્ટિવિટીએ ચાહકોમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી બોલ પર 2 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું. પરંતુ મેચ બાદ સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યાને લઈને થઈ રહી છે.
Instagram પર શું થયું?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશોટ્સ મુજબ, થોડા સમય માટે હાર્દિક પંડ્યાના Instagram ફોલોઇંગ લિસ્ટમાંથી મુંબઈ ઈન્ડિયન્સનું ઓફિશિયલ એકાઉન્ટ ગાયબ જોવા મળ્યું હતું. બાદમાં ફરીથી MIનું એકાઉન્ટ તેની ફોલોઇંગ લિસ્ટમાં જોવા મળ્યું.
એટલું જ નહીં, કેટલાક યુઝર્સે દાવો કર્યો કે હાર્દિકે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા સાથી ખેલાડીઓને પણ અનફોલો કર્યા હતા. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ સંબંધિત કેટલીક પોસ્ટ્સ ડિલીટ કરવામાં આવી હોવાની ચર્ચા પણ શરૂ થઈ.
આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર અફવાઓને વેગ આપ્યો છે કે હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આંતરિક મતભેદ હોઈ શકે છે.
સત્તાવાર નિવેદન આવ્યું નથી
હાલ સુધી હાર્દિક પંડ્યા (Hardik Pandya) કે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી, આ મામલો માત્ર સોશિયલ મીડિયા ચર્ચાઓ અને ચાહકોના અનુમાન સુધી મર્યાદિત છે.
કેટલાક લોકોનું માનવું છે કે આ Instagramની ટેક્નિકલ ખામી પણ હોઈ શકે છે, જ્યારે કેટલાક ચાહકો તેને ટીમની હાર બાદની નિરાશા સાથે જોડીને જોઈ રહ્યા છે.
IPL 2026માં મુંબઈનું નિરાશાજનક પ્રદર્શન
આ સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ નિરાશાજનક રહી. ટીમ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ.
હાર્દિક પંડ્યાનું વ્યક્તિગત પ્રદર્શન પણ ખાસ રહ્યું નહીં. તેણે આ સિઝનમાં 8 મેચમાં માત્ર 146 રન બનાવ્યા અને 4 વિકેટ ઝડપી. જેના કારણે તેની કેપ્ટનશીપ અને ટીમ મેનેજમેન્ટ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં.
