GSEB 10th 12th Result 2026 Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પરિણામ તૈયાર કરવાની અંતિમ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી સપ્તાહમાં જ લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જાહેર થઈ શકે છે.
GSEB : ક્યારે જાહેર થશે પરિણામ?
સૂત્રો અને અહેવાલો અનુસાર બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે, જે મુજબ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ 4 મે, સોમવારના રોજ જાહેર થઈ શકે છે અને ત્યારબાદ ધોરણ 10 નું પરિણામ 6 મે, બુધવારના રોજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે.
જોકે, બોર્ડ દ્વારા હજુ સુધી આ તારીખોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પરિણામો જાહેર થતા હોય છે, જેને જોતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

પરિણામ કઈ રીતે ચેક કરી શકાશે?
પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી ઓનલાઇન માધ્યમ દ્વારા માર્કશીટ જોઈ શકશે:
સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જવું.
ત્યાં ‘Result’ ટેબ પર ક્લિક કરવું.
તમારો સીટ નંબર (Seat Number) દાખલ કરવો.
સબમિટ બટન દબાવતા જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
આ ઉપરાંત બોર્ડ દ્વારા વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જોવાની સુવિધા આપવામાં આવી શકે છે.
બોર્ડની તૈયારીઓ પૂર્ણ
આ વર્ષે ગુજરાતભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બને તે માટે બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેપર ચેકિંગથી લઈને ડેટા એન્ટ્રી સુધીની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Gseb.org પર ગુજકેટ પરિણામ 2024 સંભવ છે
આ પણ વાંચો: આવતીકાલે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, GSEB બન્યું ટેકનોસેવી
આ પણ વાંચો: ધોરણ-10નું બોર્ડનું પરિણામ 64.62% આવ્યું, પાછલા વર્ષ કરતા ઓછું
