- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 263
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,66,297
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ એક પણ દર્દીનું મોત નહીં
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 270
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,60,198
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1696
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ બની રહ્યો છે. ત્યારે ભારતમાં વિશ્વની સરખામણીએ કોરોના ઘણો કંટ્રોલમાં દેખાઇ રહ્યો છે. વળી તેમા જો ગુજરાતની વાત કરીએ તો અહી કોરોના જાણે બાય બાય કહી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે.
Covid-19: આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસ, ૧૧ વિધાર્થીઓ કોરોના સંક્રમિત છતાંય શાળાઓ ચાલુ ……
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં નોંધાયેલા કોરોનાનાં આજનાં એટલે કે ગુરુવારનાં આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે નવા કેસની સંખ્યા 263 નોંધવામાં આવી છે. વળી જો કોરોનાનાં કારણે મોતનો આંક આજે 0 રહ્યો છે, જે રાજ્યમાં એક સારા સંકેત હોવાનુ જાહેર કરે છે.
CM: સંવેદનશીલ મુખ્યમંત્રી પ્રત્યે રાજકોટવાસીઓની લાગણી છલકાઈ, પોસ્ટર દ્વારા પરોક્ષ હાજરી બતાવવાનો પ્રયાસ
રાજ્યમાં કોરોનાનાં કુલ કેસનાં આંકડાની વાત કરીએ તો તે 2,696,297 પર પહોંચી ગયો છે. વળી આજે એક પણ મોત નથી થયા, જે એક રીતે કોરોના સામે જીત મેળવ્યા બરાબર છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 270 છે. જ્યારે કુલ ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,60,198 પર પહોંચી ગઇ છે. વળી રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,696 છે. એક રીતે કહી શકાય કે રાજ્યની જનતાએ આ કોરોનાને માત આપી દીધી છે. જો કે હજુ પણ આ વાયરસ આપણા જીવનથી ચાલ્યો ગયો નથી, માટે સાવધાની રાખવી અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન કરવુ દરેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
