Not Set/ વડોદરાનાં વરસાદી વિનાશમાં કલેક્ટર તંત્ર, NDRF અને બચાવ ટીમોની સરાહનીય કામગીરી

વડોદરામાં વરસાદ મન મુકી વરસ્યો હોય, તેમ ફક્ત સાત કલાક જેવા ટુંકા ગાળામાં 20 ઇંચની તોફાની ઇનીંગ રમી છે. વડોદરામાં ભારે વરસાદનાં પગલે જાણે આભ ફાટ્યું હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. શહેરની 50થી વધારે રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાય ગયા હોવાનું સામે આવી રહ્યું છે, તો શહેરના રસ્તા પાણીમાં ખોવાય ગયા છે. રાજાશાહી સાન ધરાવતી […]

Top Stories Gujarat Vadodara
અનેક સોસાયટી પાણામાં ગરક, કલેક્ટર તંત્ર અને NDRF લોકોની વહારે

પાછલા 24 કલાકથી મેઘો ગુજરાતને ધમરોળી રહ્યો છે. અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વડોદરા માટે વિતેલો સમય ખુુબ ભારે રહ્યો હતો. માત્ર 7 કલાકમાં જ 20 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગુજરાત સરકાર દ્વારા યુદ્ધનાં ધોરણે બેં ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગરથી વડોદરા દોડાવાયા છે. કલેક્ટર વડોદરાની સીધી દેખરાખમાં NDRF અને લોકલ રાહત અને બચાવ ટીમો લોકોની વહારે પહોંચી ગઇ છે. 50થી વધુ સોસાયટીમાં કલેક્ટર તંત્ર અને NDRF જીવનાં જોખમે પણ લોકોને સલામત સ્થળોએ ખસેડી રહ્યા છે. બચાવ ટીમો કલેક્ટરનાં સીધા માર્ગ દર્શનમાં લોકોને લાઇટ લાઇફ સેવીંગ સ્પીડ બોટ, અનેે દોરડા કે લાઇફ સેવિંગ બોય(ટ્યુબ) મારફતે સલામતી સાથે રેસ્ક્યુ કરી રહ્યા છે. અનેક સ્થળો પર ટ્રેકટર અને એર ટ્યુબની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસની ટોમો દ્વારા પણ સરાહનીય કામગીરી બજાવવામાં આવી રહી છે.

48 જેટલા ફિડરો બંધ – અનેક વૃક્ષો ધરાશાયી

ભારે અને તોફાની વરસાદનાં પગલે શહેરનાં 48 જેટલા ફિડરો બંધ થઇ જતા વિજળી પૂરવઠો ખોરંભે જોવામા આવી રહ્યો છે. તો NDRF અને તંત્રની ટીમો દ્વારા ધરાસાય વૃક્ષો અને ટુંટી ગયેલા વિજ થંભલાથી લોકોને સલામત રાખવાની સાથે સાથે વિજ થાંભલાને પુન:સ્થાપિત કરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે આદરી દેવામાં આવી છે. સોસાયટી પાણીમાં ગરક થઈ જતા અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોવાથી 15થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી હાલ પ્રપ્ત થઇ રહી છે.

શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામા આવી

ભારે વરસાદનાં પગલે વડોદરામાં કલેક્ટર દ્વારા સ્થિતિનો તાગ મળવી સુરક્ષાનાં ભાગ રુપે હાલ શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામા આવી છે. તો તંત્રને પણ સપને ખ્યાન હોય, તેમ મેઘાની તોફાની ઇનીંગથી તંત્ર પણ અવાચ રહી ગયુ છે. શહેરમાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું હોવાનાં પૂર જેવા દ્રશ્યો શહેરમાં જોવામા આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી પણ બે કાંઠે વહી રહી હોવાથી તંત્ર માટે વધુ કપરા ચઢાંણ જેવી સ્થિતિ સર્જાઇ છે. આપને જણાવી દઇએ કે વિશ્વામિત્રી નદી મગરોનું ઘર ગણવામાં આવે છે અને નદીમાં પાણીની વધુ આવક સાથે મગરો શહેરનાં રહેણાક વિસ્તારમાં આવી જતી હોવાથી તંત્ર ઘાંઘુ થયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

વાહન વ્યવહાર ખોરંભે પડ્યો, 6 લાંબા અંતરની ટ્રેનો ડાઇવર્ટ

વડોદરામાં ભારે વરસાદનાં પગલે યાતાયાતને પણ ભારે માઠી અસરો જોવામાં આવી રહી છે,. રેલવે તંત્ર દ્વારા 6 લાંબા અંતરની ટ્રેનો ડાઇવર્ટ કરી અને વડોદરા માટે રદ કરી નાખી છે, તો વિમાની સેવા પણ આગલા આદેશ સુધી પોસ્ટપોન્ડ કરવામા આવી છે. રોડ રસ્તા જામ થતા, વાહન વ્યવહાર ખોરંભે પડ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

હોસ્પિટલોમાં ધૂસ્યા પાણી

જનજીવન હાલ પણ ખોરવાયું છે. ભારે વરસાદને પગલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

પ્રિ-મોન્સૂન કામગીરીની ઉડી ધચ્યાં

આજે ભારે વરસાદના પગલે રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે. શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી જવાની ફરજ પડી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન