Uttar Pradesh News : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠમાં પલ્લવપુરમ ફેસ-2 સ્થિત આકાંક્ષા એમ્બિયન્સ કોલોની પાસે આવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માંથી મંગળવારે સાંજે ક્લોરીન ગેસ (Chlorine gas)લીક થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસના તીવ્ર પ્રસારને કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સ્થાનિક નગરસેવક સહિત કુલ 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Uttar Pradesh : કેવી રીતે બની ગેસ લીકેજની ઘટના?
મંગળવારે સાંજે લગભગ સવા સાત વાગ્યે STP માં ક્લોરીન ગેસના સિલિન્ડરનો વાલ્વ લીક થઈ જતાં ઝેરી ગેસ (Toxic gas) આસપાસની ગીચ વસ્તીમાં ફેલાવા લાગ્યો હતો.ગેસની તીવ્ર દુર્ગંધ ફેલાતાં લોકો બાળકો અને વૃદ્ધોને લઈને ઘરોની બહાર સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા, જ્યારે કેટલાક પરિવારોએ દરવાજા અને બારીઓ બંધ કરી દીધી હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી. પોલીસે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લોકોને ઘરમાં રહેવા અને મોઢા પર માસ્ક કે ભીનો રૂમાલ બાંધવા અપીલ કરી હતી.
15 લોકો હોસ્પિટલમાં ભર્તી, નગરસેવક ICU માં
ગેસની અસરથી પીડિત 15 લોકોને SDS હોસ્પિટલ, ફ્યુચર પ્લસ હોસ્પિટલ અને CB હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની માહિતી મળતાં મદદ માટે પહોંચેલા સ્થાનિક નગરસેવક વિક્રાંત ઢાકાની તબિયત વધુ લથડતાં તેમને ICU માં રાખવામાં આવ્યા છે.મેરઠના કેન્ટ ધારાસભ્ય અમિત અગ્રવાલ, મેયર હરિકાંત અહલુવાલિયા અને નગર કમિશનરે હોસ્પિટલ પહોંચી દર્દીઓની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
આ પણ વાંચો :BJP પર પ્રેશર પોલિટિક્સ? માતા પ્રસાદ પાંડે સાથે મુલાકાતથી ચર્ચા તેજ
આ પણ વાંચો :દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની મોટી બેદરકારી; ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના વિદેશ પહોંચ્યા મુસાફરો
આ પણ વાંચો :80ના દાયકાના Retro Lookની ઘેલછા ક્યાંક ભારે ન પડે! AI ટ્રેન્ડમાં સાયબર ખતરાની ચેતવણી
