Dharma & Bhakti/ સપ્ટેમ્બરમાં ક્યારે છે વિશ્વકર્મા જયંતિ…જાણી લો પૂજા સામગ્રી અને વિધિ અંગે…

આ વર્ષે વિશ્વકર્માની પૂજા 17 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. એવી માન્યતા છે કે વિશ્વકર્મા જયંતિ (Vishwakarma Jayanti 2026)એ વિશ્વકર્માનું પ્રાગટ્ય થયું હતુ….

Trending festival Religious Dharma & Bhakti
Vishwakarma Jayanti 2026....જાણો મહત્તા અને તિથિ!

Dharm & Bhakti: વિશ્વકર્મા જયંતિ (Vishwakarma Jayanti 2026) હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર ગણાય છે જે દર વર્ષે સૂર્યના કન્યા રાશિમાં ગોચર પ્રારંભ થવાના દિવસે મનાવવામાં આવે છે. આ જ દિવસે ધરતીના પ્રથમ શિલ્પકાર અને વાસ્તુકાર ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ જ દિવસે વિશ્વકર્માનું પ્રાગટ્ય થયું હતુ.

(Vishwakarma Jayanti 2026 Date)

આ વર્ષે વિશ્વકર્માની પૂજા 17 સપ્ટેમ્બર 2026 (17 September 2026)ના રોજ કરવામાં આવશે. ગુજરાત (Gujarat), બિહાર (Bihar), ઉત્તરપ્રદેશ (U.P.) વગેરે ઘણા રાજ્યોમાં મનાવવામાં આવતા આ તહેવારમાં ઓજારો, લોખંડ તથા મશીનરીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારકા નગરીનું નિર્માણ સ્વયં વિશ્વકર્માએ કર્યું હતુ. આ જ કારણે, આ દિવસે ઓજારો તથા લોખંડની પૂજા કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે.

ગુજરાતમાં વિશ્વકર્મા મંદિરો આવેલા છે પરંતુ, ઘણી જ ઓછી સંખ્યામાં છે. ખેડા જિલ્લાના ડાકોર (Dakor)માં આવેલું મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. આ જિલ્લામાં ડાકોર ખાતે આવેલું આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરમાં આવેલી ભગવાન વિશ્વકર્માની પ્રતિમા આરસપહાણમાંથી કંડારવામાં આવેલી છે.

વિશ્વકર્મા જયંતિની પૌરાણિક માન્યતા શું છે? (Vishwakarma Jayanti 2026 Significance)

એવી માન્યતા છે કે આ જ દિવસે વિશ્વકર્માનું પ્રાગટ્ય થયું હતુ. હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન વિશ્વકર્મા (Lord Vishwakarma)ને સૃષ્ટિના પ્રથમ વાસ્તુકાર (First Architect) અને દૈવ શિલ્પકાર તરીકે વર્ણવ્યા છે. તેઓ નિર્માણ અને ટેકનિકલ કળાઓના દેવતા મનાય છે. એવી માન્યતા છે કે, એમણે રાવણની સ્વર્ણ લંકા (Lanka), પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ (Indruprasth), શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી (Dwarika), ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, ભગવાન શિવનું ત્રિશૂળ તથા સ્વર્ગલોકમાં ઈન્દ્રદેવનો પ્રાસાદ (Indra Palace)વગેરે ભવ્યાતિભવ્ય નિર્માણ કર્યું હતું.

વિશ્વકર્મા પૂજા

આજના સમયમાં કારખાના અને વર્કશોપ (Factory and Workshop), ઓફિસ તથા વિવિધ વાહનોના માલિક પણ પોત-પોતાના ઉપકરણોની પૂજા કરે છે. આ એક શ્રદ્ધા અને આસ્થા સાથે જ નહિં પરંતુ, મહેનતકશ અને કૌશલ્ય ધરાવતા લોકોના સન્માનનું પણ પ્રતીક છે.

વિશ્વકર્મા જયંતિએ પૂજા સામગ્રી (Vishwakarma Jayanti 2026 Puja Samagri)

ભગવાન વિશ્વકર્માનો ફોટો

સોપારી

હળદર

ફૂલમાળા અને ફૂલ

લવિંગ

નાડાછડી

કંકુ

પીળી અશ્વગંધા

લાકડાનો બાજોઠ

પીળું કપડું

માટીનો કળશ

નવગ્રહ યંત્ર

જનોઇ જોટો

ધૂપ

જટાવાળું નારિયેળ

ધૂપ સ્ટિક

અક્ષત ચોખા

ફળ

કાકડી

હવનકુંડ

આંબાની લાકડી

મીઠાઈ

કપૂર

દેશી ઘી

વિશ્વકર્મા ભગવાનની પૂજાવિધિ

વિશ્વકર્મા ભગવાનની પૂજાવિધિ (Vishwakarma Jayanti 2026 Puja Vidhi)

1. વિશ્વકર્મા પૂજાના દિવસે લોકો પોતાની દુકાનો, કારખાના અને ઓફિસોમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ કે તસ્વીર સ્થાપિત કરે છે.

2. પૂજા સ્થળને ફૂલોથી સજાવવામાં આવે છે, પૂજા અગાઉ ઉપકરણો, મશીનો અને ઓજારોની સફાઈ કરવામાં આવે છે.

3. પૂજા કરતા પહેલા મશીનો અને ઓજારોને તિલક લગાવીને એમને અક્ષત અને ફૂલ પણ ચડાવવામાં આવે છએ.

4. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને પ્રસાદ ધરાવીને એમની આરતી કરવામાં આવે છે.

5. આ દિવસે મશીનોને આરામ આપવામાં આવે છે.

6. આ પૂજા કરવાથી વ્યવસાય અને કારોબારમાં પ્રગતિ થાય છે એવી માન્યતા છે.

7. પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઇએ.

‘ઓમ આધાર શક્તયે નમ:’

‘ઓમ કૂમયિ નમ:’

‘ઓમ અનન્તમ્ નમ:’

‘ઓમ પૃથિવ્યૈ નમ:’

આ વર્ષે વિશ્વકર્માની પૂજા 17 સપ્ટેમ્બર 2026 (17 September 2026)ના રોજ કરવામાં આવશે. એવી માન્યતા છે કે, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારકા નગરીનું નિર્માણ સ્વયં વિશ્વકર્માએ કર્યું હતુ. આ દિવસે ઓજારો તથા લોખંડની પૂજા કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે. આજના સાંપ્રત સમયમાં કારખાના અને વર્કશોપ (Factory and Workshop), ઓફિસ તથા વિવિધ વાહનોના માલિક પણ પોત-પોતાના ઉપકરણોની પૂજા કરે છે. આ તહેવાર એક શ્રદ્ધા અને આસ્થાનો જ નહિં પરંતુ, મહેનતકશ અને કૌશલ્ય ધરાવતા લોકો અને કારીગરોના સન્માનનું પણ પ્રતીક છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?

આ પણ વાંચો: “હેલો ગણપતિ બાપા……. સાંભળો છો ને?”

આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!