India News : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Air India) પર સુરક્ષા અને નિયમોની ગંભીર ચૂકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમૃતસરથી દિલ્હી આવેલા 3 ઇટાલિયન મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સ કરાવ્યા વિના જ લુફ્થાંસા (Lufthansa) ફ્લાઇટમાં સવાર થઈને જર્મનીના મ્યુનિક પહોંચી ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ (Show Cause Notice) પાઠવી 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
Air India : કેવી રીતે બની આ ગંભીર ઘટના?
એર ઇન્ડિયાના નિયમ મુજબ ડોમેસ્ટિક માટે ‘D’ અને આંતરરાષ્ટ્રીય માટે ‘I’ બોર્ડિંગ પાસ અપાય છે. મુસાફરોને અમૃતસરથી દિલ્હીની ઘરેલુ ફ્લાઇટ માટે ‘D’ પાસ સાથે જ આગળની લુફ્થાંસા ફ્લાઇટના પાસ પણ આપી દેવાયા હતા, જે SOP વિરુદ્ધ હતું.દિલ્હી પહોંચ્યા પછી મુસાફરોને અલગ કરવાને બદલે તેઓ ગેટ 39 મારફતે ‘ઇન્ટરનેશનલ ટ્રાન્સફર એરિયા’માં પહોંચી ગયા. ત્યાંથી ઇમિગ્રેશન ચેકપોઇન્ટમાંથી પસાર થયા વિના જ મ્યુનિકની ફ્લાઇટમાં સવાર થઈ ગયા.
મંત્રાલયની કડક કાર્યવાહી અને સવાલો
મંત્રાલયે બોર્ડિંગ પાસ કેટેગરી, પસેન્જર સેગ્રિગેશન, ટ્રાન્સફર ડેસ્ક એક્સેસ અને 24 કલાકની મોનિટરિંગ સિસ્ટમમાં નિષ્ફળતા બદલ એર ઈન્ડિયાને ઘેરી છે.હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ હેઠળ 24 કલાક તૈનાત રહેતી મોનિટરિંગ ટીમ અને નોડલ ઓફિસરની ગેરહાજરી સામે સવાલો ઉઠ્યા છે.ફ્લાઇટ ઉપડી ગયા બાદ મેન્યુઅલ ચેકિંગ વખતે આ ભૂલ પકડાઈ હતી. જો એર ઈન્ડિયા 7 દિવસમાં યોગ્ય સ્પષ્ટતા નહીં કરે તો નિયમનકારી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :દિલ્હીમાં જિમ ટ્રેનરની હત્યા, બે હુમલાખોરોએ 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું
આ પણ વાંચો :ઉત્તર પ્રદેશમાં મોટો વહીવટી ફેરફાર, કાશી વિશ્વનાથ મંદિરના CEO વિશ્વભૂષણ મિશ્રાની બદલી
આ પણ વાંચો :ક્રિકેટ મેચમાં પહેલીવાર ગુંજ્યું ‘વંદે માતરમ’, ભારત-અફઘાનિસ્તાન T20 પહેલાં ઐતિહાસિક ક્ષણ
